

હળવદ GIDCમાં એક દુર્ઘટના ઘટતા મીઠાના પેકિંગના કારખાનામાં અચાનક દીવાલ ધસી પડતા અંદાજે 25થી 30 જેટલા મજૂરો દટાયા હોવાની માહિતી મળી રહી છે. અત્યાર સુધીમાં 10 શ્રમિકોના મૃતદેહ બહાર કઢાયા છે, હજુ મૃત્યુઆંક ઊંચો જવાની શક્યતા છે. દીવાલ નીચે દબાઈ ગયેલા લોકોને JCBની મદદથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
જાણવા મળતી વિગતો મુજબ હળવદ GIDCમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી ત્યારે 12 વાગ્યાની આસપાસ અચાનક કારખાનાની દીવાલ ધસી પડતા અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાઈ ગયા હતા. જે બાદ તાબડતોબ જેસીબીની મદદથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને અંદાજે 9 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.હ જુ પણ અનેક શ્રમિકો મીઠાની બેગ અને દિવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયેલા હોય મૃત્યુ આંક ખુબ જ મોટો રહેવાની આશંકા સેવાઈ રહી છે.