વધુ પડતું ચાલવાથી ફાયદો નહીં નુકસાન થશે, આ છે ઓવર વોકિંગની સાઈડ ઈફેક્ટ્સ
- ચાલવું ફક્ત ફાયદાકારક જ નથી. શરીરની ક્ષમતા કરતા વધુ વોકિંગ કરવાથી અનેક પરેશાનીઓ આવે છે. જાણો ઓવર વોકિંગની સાઈડ ઈફેક્ટ્સ શું છે?
HD ન્યુઝ ડેસ્કઃ ચાલવું હેલ્થ માટે બેસ્ટ એક્સર્સાઈઝ છે. ફિટ રહેવા માટે પણ વ્યક્તિને ચાલવાની સલાહ આપવામાં આવે છે. રેગ્યુલર વોકિંગ પાચનને સુધારે છે અને બીપી, શુગર કન્ટ્રોલ કરવામાં પણ મદદ કરે છે, પરંતુ વધારે વોકિંગ ઘણી વખત ફાયદાના બદલે નુકસાન પહોંચાડે છે. શરીરની ક્ષમતા કરતા વધુ વોકિંગ કરવાથી અનેક પરેશાનીઓ આવે છે. જાણો ઓવર વોકિંગની સાઈડ ઈફેક્ટ્સ શું છે?
ઓવર વોકિંગની ત્રણ સાઈડ ઈફેક્ટ્સ
મસલ્સમાં ખેંચાણ
દરેક શરીરની પોતાની ક્ષમતા હોય છે અને તે ચાલવા માટે પણ મહત્ત્વની છે. જો તમે ઝડપથી ફિટ થવા માંગતા હો અને તમારી ક્ષમતા કરતાં વધુ ચાલી રહ્યા હો તો તેના કારણે તમારા સ્નાયુઓ પર નકારાત્મક અસર પડી શકે છે. ઓવરવોકિંગને કારણે ઘણા લોકો સ્નાયુમાં તણાવ અનુભવે છે. સ્નાયુઓના તણાવના કારણે ચાલવામાં મુશ્કેલી ઊભી થાય છે, તીવ્ર દુખાવો થાય છે અને સ્નાયુઓને ઈજા થવાનું જોખમ પણ વધે છે.
ઘૂંટણની સમસ્યા
ઘૂંટણ અને સાંધાની સમસ્યા ધરાવતા લોકો માટે ઓવર વોકિંગ એક સમસ્યા બની શકે છે. વધારે ચાલવાને કારણે ઘૂંટણનો દુખાવો વધી શકે છે. વૃદ્ધ લોકોએ ખાસ કરીને ઓવર વોકિંગ ટાળવું જોઈએ. નહીંતર તમને ઘૂંટણ સાથે જોડાયેલી તકલીફો થઈ શકે છે
થાક લાગવો
વધારે ચાલવાથી શરીરને થાક લાગે છે. વજન ઘટાડવા માટે ઘણા લોકો જરૂર કરતા વધારે ચાલવા લાગે છે. જેના કારણે શરીર થાક અનુભવવા લાગે છે. ઓવર વોકિંગને કારણે શરીરમાં વધુ પડતો પરસેવો થાય છે અને શરીર ડિહાઈડ્રેટ થઈ શકે છે. જો ઉનાળાની સીઝનમાં ઓવર વોકિંગ કરવામાં આવે તો તેનાથી શરીરને વધુ નુકસાન થાય છે.
આ પણ જાણોઃ સ્પ્રાઉટેડ મેથી ફક્ત ડાયાબિટીસ નહીં, પરંતુ અન્ય રોગમાં પણ આપશે રાહત, કેટલી ખાશો?