ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

સૂતા પહેલા થોડી મિનિટોનું વોકિંગ કરો, અઠવાડિયામાં દેખાશે શરીરમાં ફર્ક

Text To Speech
  • ચાલવું તો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે સૂતા પહેલા થોડી મિનિટોનું વોકિંગ તમારા શરીરમાં કેવા બદલાવ લાવી શકે છે?  સૂતા પહેલા ચાલવાથી અનેક લાભ થઈ શકે છે

શરીરને હેલ્ધી રાખવા માટે હરતા ફરતા રહેવું જરૂરી છે. શું તમે જાણો છો કે સૂતા પહેલા થોડી મિનિટોનું વોકિંગ તમારા શરીરમાં કેવા બદલાવ લાવી શકે છે? ચાલવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ શું તમે જાણો છો કે સૂતા પહેલા ચાલવાથી શું લાભ થાય છે? આજે જાણો સૂતા પહેલા થોડી જ મિનિટો ચાલવાના અઢળક ફાયદા.

સારી ઊંઘ આવશે

જમ્યા બાદ હળવી વોક લેવી જરૂરી છે. જો તમે સૂતા પહેલા હળવી વોક લો છો તો તમારી ઊંઘની પેટર્ન સુધરશે. તેનાથી મગજ શાંત રહેશે અને સારી ઊંઘ આવશે.

મેન્ટલ હેલ્થ સુધરશે

સાંજે કે રાતે ટહેલવાથી સ્ટ્રેસ અને ચિંતા ઘટે છે અને મૂડ સુધરે છે. સાથે સાથે ડિપ્રેશનનો ખતરો પણ ઘટી શકે છે.

વજન ઘટવામાં મદદરૂપ

રોજ સૂતા પહેલા ચાલવાથી કેલરી બર્ન થાય છે અને વજન ઘટાડવામાં થોડી મદદ મળે છે. મેટાબોલિઝમ સ્ટ્રોંગ થાય છે. પાચન સુધરે છે.

હાર્ટ રહે છે હેલ્ધી

રોજ સૂતા પહેલા વોક કરવાથી હાર્ટ હેલ્થ પણ સારી રહે છે અને બીપી પણ કન્ટ્રોલમાં રહે છે.

સૂતા પહેલા થોડી મિનિટોનું વોકિંગ કરો, અઠવાડિયામાં દેખાશે શરીરમાં ફર્ક hum dekhenge news

  • મસલ્સ બને છે મજબૂત
  • વોક કરવાથી મસલ્સ મજબૂત બને છે.
  • મસલ્સ હેલ્ધી રહેવાથી વ્યક્તિને સાંધાના દુઃખાવામાંથી પણ રાહત મળે છે.
  • સાંજે ચાલતી વખતે રાખો આટલું ધ્યાન
  • રાતે જમવાના બે કલાક પછી જ ટહેલવા નીકળો
  • વધુ ઝડપથી ન ચાલો અને આરામદાયક કપડા તેમજ વોકિંગ શૂઝ પહેરો
  • જો તમને કોઈ હેલ્થની સમસ્યા છે તો ડોક્ટરની સલાહ લીધા બાદ જ ટહેલવા નીકળો.
  • સાંજનું વોકિંગ પાચનતંત્ર માટે ખૂબ જ સારું છે, સાંજનું જમવાનું પચાવવામાં પણ મદદ મળે છે.
  • ડિનર બાદ તરત કદી ન સુવું જોઈએ. ડિનર લીધાના બે કલાક બાદ 15 મિનિટનું વોકિંગ તમારી હેલ્થ સુધારશે

આ પણ વાંચોઃ ગરમીની સીઝનમાં રાખશો આટલું ધ્યાન, તો નહીં પડો બીમાર

Back to top button