ગોમતીપુર મસ્જિદની જગ્યા પર વકફના દાવાને ફગાવાયોઃ અમદાવાદ કોર્પોરેશનનો વિજય


અમદાવાદ, 14 ડિસેમ્બર : અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટની કપાતની આશરે 4,618 ચો.વાર જગ્યામાં બનેલી મસ્જિદ ઉપર 55/2019 મુજબ વક્ફ બોર્ડે પોતાની જમીન હોવાનો દાવો કર્યો હતો. દરમિયાન મ્યુનિસિપલે પુરાવાના આધારે બોર્ડનો દાવો ખોટો હોવાનું જણાવી જમીન પર કબજો મેળવવા કાર્યવાહી હાથધરી છે.
મહાનગરપાલિકા જમીનના પુરાવાના આધારે વક્ફ ટ્રીબ્યુનલમાં રજૂઆત કરીને જમીનનો કબજો પરત મેળવશે. આશ્ચર્યની વાત એછેકે, મનપાની જગ્યામાં ગેરકાયદે બાંધકામો થઇ જાય ત્યાં સુધી હપ્તાખોર અધિકારીઓ કાર્યવાહી જ કરતાં નથી. જેના લીધે કોર્પોરેશનને કાયદાકીય કાર્યવાહી પાછળ કરોડોનો ખર્ચ કરવો પડે છ. હાલ આ જગ્યા ગ્રીનરી હેતુ માટે થીક પ્લાન્ટેશન ડેવલપ કરવા ગાર્ડન વિભાગને સોંપાઇ છે.
ગોમતીપુરમાં રાજપૂરની TP 9 અને ફાળવણી પ્લોટ નંબર-32ની સર્વે નંબર 135-156ની કુલ 21,043 ચો.મી.જમીન પર પ્રથમ ટેક્સટાઇલ્સ મીલ હતી. મીલ બંધ થઇ ગયા બાદ ડેવલપમેન્ટ માટે મીલ માલીકે પ્લાનીંગ કરી નિયમ મુજબ કપાતની 40 ટકા જગ્યા મુજબ 7,766.80 ચો.મી. જગ્યા સોંપીને કોર્પોરેશન પાસેથી પાવતી મેળવી હતી.
આમાંથી હજી 3,862.82 ચો.મી. (4,618 ચો.વાર) જમીનનો કબજો મેળવવાનો બાકી છે. જગ્યાના કબજા પાવતીનો રેકર્ડ મ્યુનિ. ચોપડે નોંધાયેલો છે. બીજીતરફ કોર્પોરેશને કપાતમાં મળેલી જગ્યા પર બનેલી બીબીજી મસ્જિદ વક્ફ બોર્ડે પોતાની હોવાનું દર્શાવીને જમીન પર હક કર્યો હતો. જેની સામે મહાનગરપાલિકાના લીગલ વિભાગે જમીન મ્યુનિ.કોર્પોરેશનની હોવાની રજૂઆત કરી હતી. આ પછી પણ બોર્ડે જમીન પર દાવો ચાલુ રાખ્યો છે.
જેથી કોર્પોરેશને કપાતની જમીનની પાવતી સહિતના પુરાવાના આધારે વકફ ટ્રીબ્યુનલમાં રજૂઆત કરીને જમીન પર પરત મેળવવા કાર્યવાહી હાથધરી છે. કેટલાક કોર્પોરેટરોએ કહ્યું કે, કપાતની જગ્યા પર મ્યુનિ. કોર્પોરેશન અગાઉથી કબજો લઇ લેતી હોય તો લીગલ કાર્યવાહી પાછળ થતાં કરોડો રકમની બચત થઇ શકે છે. મ્યુનિ.અધિકારીઓ અને કેટલાક વકીલોની સાંઠગાંઠ લીધે આ સ્થિતી સર્જાઇ હોવાનું મનાય છે, એટલે સબંધિત અધિકારી સામે પણ પગલાં ભરાવવા જોઇએ.
આ પણ વાંચો : – સળગતા લાકડા પર સૂવાની કરામતઃ ખતરોં કે નહીં, ખતરનાક ખેલાડી છે આ તો, જુવો વીડિયો