ઉત્તર ગુજરાતગુજરાત

જાગો વિસનગર પોલીસ જાગો..! ડબ્બા ટ્રેડિંગના માફિયા સેધાજી-અનિલને ક્યારે નાથશો?

વિસનગર: સુરતમાં મે મહિનામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી. પોલીસને બાતમી મળી હતી કે, આ વ્યક્તિ ડબ્બા ટ્રેડિંગમાં સંડોવાયેલો છે.તો સુરતની પોલીસે ગંભીરતા દાખવીને ફિલ્ડીંગ ગોઠવી. પુરાવાના અભાવના કારણે સુરત પોલીસ માત્રને માત્ર બાતમીના આધારે એક મહિના સુધી સતત મહેનત કરતી રહી. ઘણા બધા બાતમીદારોને તે વ્યક્તિ પાછળ લગાડી દેવામાં આવ્યા. પરંતુ ડબ્બા ટ્રેડિંગને લઈને કોઈ કડી મળી રહી નહતી. એક સમયે તો પોલીસને પણ એવું લાગ્યું કે, આ વ્યક્તિ નિર્દોષ છે. આપણને મળેલી બાતમીદારને કોઈ ભૂલ થઈ છે.

સુરતમાં એક વ્યક્તિ પાસેથી  એટલી રકમ મળી કે જોઈ પોલીસ પણ ચોંકી ગઈ

એક દિવસ સુરત પોલીસને હિલચાલ પર શંકા ઉપજી તો થોડો પણ સમય બગાડ્યા વગર તેના ઘરે ધમકી પડી અને ઘરનું સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું. સર્ચ ઓપરેશન દરમિયાન તે વ્યક્તિના ઘરમાંથી એટલા રૂપિયા મળ્યા કે પોલીસની આંખો પહોંળી થઈ ગઈ. જે વ્યક્તિના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, તે મધ્યમ વર્ગનો વ્યક્તિ હતો અને તેના ઘરમાંથી પાંચ-દસ લાખ નહીં પરંતુ એક કરોડ 41 લાખ રૂપિયા રોકડા મળી આવતા પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.આટલી મોટી રકમ મળતા જ પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોલીસ હેબતાઈ ગઈ કે આટલી મોટી રકમ આ વ્યક્તિ પાસેથી આવી કેવી રીતે? પોલીસે પૂછપરછ શરૂ કરી અને વ્યક્તિને બરાબરનો મેથીપાક ચખાડ્યો. મેથીપાક ચાખ્યા પછી અપરાધી પોપટ બન્યો અને બધુ જ સત્ય સામે આવ્યો.

મહેસાણા સાઈબર ક્રાઈમ-humdekhengenews

આ પણ વાંચો : ખેરાલુ-વડનગર અને વિસનગરમાં ડબ્બા ટ્રેડિંગનો ફાટ્યો રાફડો; પોલીસની ભૂમિકા શંકાસ્પદ

આરોપીએ ડબ્બા ટ્રેડિંગમાં નોકરી કરીને પૈસા કમાવ્યા હોવાનો ખુલાસો

એક વખત ફરીથી પોલીસ આશ્ચર્યમાં પડી ગઈ. આ વખતે પોલીસ સત્ય ઉજાગર થવાના કારણે માથામાં ખંજવાળવા લાગી હતી. અપરાધીએ જણાવ્યું કે, તેણે આ તમામ પૈસા ડબ્બા ટ્રેડિંગમાં નોકરી કરીને કમાવ્યા છે. શબ્દ પર ધ્યાન આપો- “નોકરી કરીને”… ડબ્બા ટ્રેડિંગ કરાવવા માટે મોટા માથાઓ પોતાની ટીમ બેસાડતા હોય છે. જેવી રીતે ડબ્બા કિંગ અનિલ અને સેધાજી પોતાની ટીમો બેસાડે છે. સુરતમાં જે અપરાધીને પોલીસે દબોચ્યો હતો તે માત્ર એક મોહરો હતો. તે સેધાજી અને અનિલ જેવા ડબ્બા કિંગની ટીમમાં નોકરી કરતો હતો.

આ પણ વાંચો : ગંભીર બાબત: ડબ્બા ટ્રેડિંગમાં એક ખાસ કોમ્યુનિટીના લોકો જોડાઇ રહ્યાં છે

સાયબર સેલ દ્વારા રૂપિયાના હિસાબ અંગે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરાઈ

આ કેસ પરથી જાણવા મળ્યું કે, ડબ્બા ટ્રેડિંગ કરાવનારાઓની ટીમના સભ્યો જ કરોડો રૂપિયા મહિને કમાઇ લે છે. તો વિચાર કરો કે, જે ટીમ બેસાડીને તેમના પાસે કામ કરાવતો હશે તે કેટલા પૈસા કમાતો હશે?તે વખતે સાયબર સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ઉન વિસ્તારમાં રહેતા વસીમ હુસેન પટેલના ઘરે તપાસ કરતા એક કરોડ 41 લાખની રોકડ મળી આવી હતી. પોલીસે તમામ રોકડ કબ્જે કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને આ અંગે સાયબર સેલ દ્વારા રૂપિયાના હિસાબ અંગે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી દીધી છે.

મહેસાણા -humdekhengenews

એક કરોડ 41 લાખનો મુદ્દા માલ રેડમાં ઝડપાયો

આ રેડમાં અપરાધી પાસેથી 2000ના દરની ભારતીય ચલણી નોટ નંગ-500 મળી 10,00,000 તથા 500ના દરની ભારતીય ચલણી નોટ નંગ-23,100 મળી 1,15,50,000 તથા 200ના દરની ભારતીય ચલણી નોટ નંગ-6000 મળી 12,00,000 તથા 100ના દરની ભારતીય ચલણી નોટ નંગ-3500 મળી 3,50,000 મળી કુલ 1,41,00,000 મળી આવ્યા હતા.

આ પણ વાંચો : પીન્ટુ ભાવસારને તો પકડ્યો પરંતુ તેના રાઇટહેન્ડ સેધાજીને ક્યારે પકડવામાં આવશે ?

વિસનગરના ડબ્બા ટ્રેડિંગ ગેંગના સક્રિય સભ્યોનું પણ કરોડો રૂપિયાનું ટર્ન ઓવર 

સેધાજી-અનિલની ટીમમાં કામ કરતાં સભ્ય પણ કરોડો રૂપિયાની કમાણી કરતા હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. તેમની ટીમમાં વિસનગર રહેવાસી ગોપાલ કરોડો રૂપિયાનું ટર્ન ઓવર કરી રહ્યો છે. તે ઉપરાંત કંકૂપુરા રહેવાસી જેનાજી, ગોઠવા રહેવાસી કૌશીક અને ડભોડાનો રહેવાસી ચહેર ડબ્બા ટ્રેડિંગ ગેંગના સક્રિય સભ્યો છે.

ખેરાલુના ગામડાઓ સુધી પણ તેનું દૂષણનો પગપેસારો

ઉપરોક્ત ચારેય લોકો અનિલ-સેધાજીની ગેંગ સાથે સીધા જોડાયેલા છે. આ તમામ લોકોની આવક કરોડો રૂપિયામાં હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. આ તમામ લોકો કથિત રીતે એક રીતે ટીમ લીડરની પણ ભૂમિકા ભજવી રહ્યાં છે. આ તમામ લોકોની પૂછપરછ કરીને તપાસ કરવામાં આવે તો આવક કરતાં અઢળક સંપત્તિ મળે તેમાં શંકાને કોઈ સ્થાન જ નથી. ગોઠવા-કંકૂપુરા ગામના તો અનેક લોકો ડબ્બા ટ્રેડિંગના દૂષણમાં લિપ્ત છે પરંતુ તે સિવાય ખેરાલુના ગામડાઓ સુધી પણ તેનું દૂષણ પહોંચી ગયું છે.

ડબ્બા ટ્રેડિંગ -humdekhengenews

સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે તો અપરાધીઓની મસમોટી યાદી બહાર આવશે 

ઇન્કમટેક્સ વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર (ઈડી) દ્વારા વિસનગરના ગોઠવા-કંકૂપુરાના ગામડાઓમાં આવક સામે કમાણી બાબતે સર્ચ ઓપરેશન ધરવામાં આવવું જોઇએ. સરકારી એજન્સીઓ તૈયાર થાય તો અમે પણ અપરાધીઓની મસમોટી યાદી આપવા સહિત અન્ય સહયોગ પૂરો પાડી શકીએ છીએ.

આ પણ વાંચો : ઉત્તર ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગને ડામવા સેધાજીને જ નહીં અનિલને પણ પકડવો પડશે

સેધાજી-અનિલને કોણ પીઠબળ પુરૂ પાડે છે?

એક પ્રતિષ્ઠિત વ્યક્તિ, જેને સમાજે પ્રમુખ બનાવ્યો છે. સમાજના પ્રમુખનું કામ સમાજના વિકાસ કરવાનું અને તેના યુવાઓનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનું હોવું જોઇએ પરંતુ સમાજના યુવાઓને સુધારવાની જગ્યાએ તેમના અપરાધને છાવરીને તેમને ઉંધા રસ્તે ચલાવવામાં મદદગાર બનવું શું દર્શાવી રહ્યું છે.

સ્વભાવિક છે કે, આ પ્રમુખને સમાજના યુવાઓ નહીં પરંતુ તેમના દ્વારા અપરાધના માર્ગે લાવવામાં આવેલા પૈસા વ્હાલા લાગી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે પ્રમુખ પણ એક સામાન્ય મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવે છે પરંતુ અપરાધીઓ દ્વાર અપાતી મોટી-મોટી ગિફ્ટો અને દાનના કારણે જાહોજલાલીભર્યું જીવન જીવી રહ્યો છે. તો બીજી તરફ પોતાના સમાજના નામે અપરાધીઓને છાવરી રહ્યો છે. સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, સમાજનો પ્રમુખના રૂપમાં તેના સંબંધો રાજકારણીઓ અને અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે હોવાના કારણે તે અપરાધીઓને બચાવવામાં સફળ રહી રહ્યો છે. તે પણ એક તપાસનો વિષય છે અને તે જવાબદારી પોલીસની છે.

mahesana -humdekhengenews

અનિલ અને સેધાજીને પીઠબળ પુરી પાડનાર તે પ્રમુખના સંબંધોને અપરાધીઓ સાથે પુરવાર કરતાં અનેક ફોટા અને વીડિયો પુરાવાના રૂપે ઉપલબ્ધ છે. ડબ્બા કિંગ સેધાજીને ‘ભાઈ’ શબ્દો દ્વારા સંબોધિત કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે. આવક સામે સંપત્તિની પૂછપરછ કરવામાં આવે તો પ્રમુખ પોતે પણ જવાબ આપી શકે તેવી સ્થિતિમાં નથી.

વિસનગર પોલીસે આ બાબતે પગલા ભરવા જરુરી

જે રીતે સુરત પોલીસે બાતમી અને શંકાના આધારે ગંભીરતા દાખવીને ડબ્બા ટ્રેડિંગ કરતાં અપરાધીને પકડી પાડ્યો હતો, તેવી જ રીતે વિસનગર પોલીસે પણ પગલા ભરવા રહ્યાં. આ અપરાધીઓ તો તેવા છે, જેમના વિશે મીડિયામાં શોર-શરાબો થઈ ગયો છે. તે છતાં પણ વિસનગર પોલીસ સક્રિય થઈ રહી નથી. અપરાધીઓના નામ તો મીડિયા થકી જાહેરમાં આવી જ ગયા છે અને વધારે માહિતી જોઇતી હોય તો મીડિયા તે માટે તૈયાર જ છે. તો વિસનગર પોલીસને વધારે મહેનત કરવાની રહેશે નહીં.

આ પણ વાંચો : સાહેબ સેધાજી-અનિલ ધારે તો આખું વિસનગર ખરીદી લે!

Back to top button