ઉમિયા નગરથી અંબાજી પગપાળા યાત્રા સંઘનું વાજતે ગાજતે પ્રયાણ
પાલનપુર. ડીસા શહેરના ઉમિયા નગરથી છેલ્લા 20 વર્ષ ઉપરાંતના સમયથી નીકળતી અંબાજી પગપાળા યાત્રા સંઘે શનિવારે વાજતે ગાજતે પ્રયાણ કર્યું હતું જેમાં 300 થી વધુ પદયાત્રીકો જોડાયા હતા. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા. 3 સપ્ટે. થી તા. 10 સપ્ટે. સુધી ભાદરવી પૂનમનો મહા મેળો યોજાનાર છે. ત્યારે અત્યારથી જ બનાસકાંઠા સહિતના માર્ગો ઉપર અવિરત પદયાત્રીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ડીસા શહેરના ઉમિયા નગરથી શ્રી જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષ ઉપરાંતના સમયથી ડીસાથી અંબાજી પગપાળા યાત્રા સંઘ યોજવામાં આવે છે.
શ્રી જય અંબે મિત્ર મંડળ સંઘ ના સ્વયંમ સેવકો જોડાયા
શ્રી જય અંબે મિત્ર મંડળ સંઘ ના ભરતભાઈ નાડોદા, તારાચંદભાઇ જોષી, કલ્પેશભાઈ મોદી,રાહુલભાઈ મોદી, કલ્પેશભાઈ ગોહિલ અને ભરતભાઈ ચાવડા સહિતના સ્વંયમ સેવકો સાથેનો પદયાત્રા સંઘે ડીસાથી 300થી વધુ પદયાત્રીકોએ અંબાજી મંદિરથી મહા આરતી કરી પ્રયાણ કર્યું હતું. આ અંગે ભરતભાઈ નાડોદા એ જણાવ્યું હતું કે, સર્વ સમાજના સાથ અને સહકારથી 20 વર્ષ ઉપરાંતના સમયથી નિકળતી પદયાત્રા સંઘમાં યાત્રિકો માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવે છે. અને સૌ ભકતો અંબાજી માતાના ચરણોમાં શીષ નમાવી ધજા ચઢાવવામાં આવે છે.