12 કલાકમાં સમાધાન, રશિયામાં બળવો કરનાર વેગનર આર્મી મોસ્કોથી પરત ફરી
HD ન્યુઝ ડેસ્કઃ પ્રાઈવેટ આર્મી વેગનરના ચીફ યેવજેની પ્રિગોઝિને રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કડકાઈ સામે ઝૂકી ગયા છે. વિદ્રોહના 12 કલાકમાં જ તેઓએ સરકાર સાથે સમજૂતી કરી લીધી છે. બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ વેગનર ચીફ સાથે વાત કરી, તે પછી યેવજેનીનું વલણ ઢીલું પડી ગયું અને મોસ્કો પરના હુમલાને રોકવાનો નિર્ણય કર્યો. હવે આ ખાનગી સેના તેના કેમ્પમાં પરત ફરી રહી છે. ટેન્કોનો રસ્તો વાળવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર આ ખાનગી સેના મોસ્કો પર કબજો કરવા આગળ વધી હતી.
સૈનિકો પર કાર્યવાહીઃ ક્રેમલિને સ્પષ્ટ કર્યું છે કે વિદ્રોહના કેસમાં યેવજેની પ્રિગોઝિન સામેના આરોપો પાછા ખેંચી લેવામાં આવશે અને તેની સાથે જોડાયેલા સૈનિકો પર કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ સાથે, વેગનર જૂથના લડવૈયાઓ જેમણે બળવામાં ભાગ લીધો ન હતો, તેમને સંરક્ષણ મંત્રાલય દ્વારા નોકરીના કરારની ઓફર કરવામાં આવશે. પુતિન બે દાયકાથી વધુ સમયથી સત્તામાં છે. કટોકટી ઘટાડવા માટે, સરકારે કરાર સ્વીકાર્યો છે.
બળવો ખતમ કરવા માટે સંમતઃ બેલારુસના રાષ્ટ્રપતિના મીડિયાને ટાંકીને આ સમાચાર આવ્યા છે. વેગનર ગ્રૂપ ચીફ પ્રિગોગિન અને રશિયન સરકાર વચ્ચે એક મોટો કરાર થયો છે. બેલારુસે વેગનરને તણાવ ઘટાડવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. તેણે વેગનર ચીફ સાથે વાત કરી અને કહ્યું કે વેગનર ગ્રુપ બળવો ખતમ કરવા માટે સંમત છે. વેગનરના લડવૈયાઓ મોસ્કોથી પાછા આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ રશિયામાં ગૃહયુદ્ધ ! રશિયન સેનાનો વેગનર ગ્રુપના કાફલા પર અંધાધૂંધ ગોળીબાર