વ્યુહ રચના : બનાસકાંઠામાં આવનાર જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને મનોમંથન શરૂ
- કોંગ્રેસ પાસેથી સત્તા હાંસલ કરવા ભાજપ તૈયાર કરશે પ્લાન
પાલનપુર : બનાસકાંઠામાં આવનાર આગામી જિલ્લા-તાલુકા પંચાયત ની ચૂંટણી જીતવા માટેની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. ભાજપના આગેવાનોએ કાર્યકરો સાથે બેઠક કરી મનોમંથન શરૂ કર્યું છે. બનાસકાંઠામાં હાલ જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે છે. તો તાલુકા પંચાયત પણ કોંગ્રેસ અને ભાજપ બન્ને પાસે છે. ત્યારે આવનાર ચૂંટણીમાં ભાજપ એ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો કબ્જે કરવા માટે અત્યારથી જ કાર્યકરો સાથે મનોમંથન શરૂ કર્યું છે અને શક્તિ કેન્દ્ર થી લઈ બુથ સુધી કઈ રીતે આયોજન કરવું જેના માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. અને કોઈપણ સંજોગોમાં સત્તા હાંસલ કઈ રીતે કરવી તેનો પ્લાન નકકી કરાયો હતો.
જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે, શક્તિ કેન્દ્ર અને બુથ સુધી ભાજપની વિચારધારા રજૂ કરવાના હેતુથી આ બેઠક મળી છે.
આ બેઠકમાં રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડિયા, પ્રદેશ નેતા વિવેક પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૈલાશ ગેલોત, અને નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, તાલુકા ભાજપ પ્રમુખ ગલાબજી ઠાકોર સહિત આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : પાલનપુર: વન વિભાગની કનડગત સામે દાંતાના આદિવાસીઓ ખફા