ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગમા VVIP અને સ્ટાર્સનો જમાવડો

  • 1 થી 3 માર્ચ સુધી જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી વેડિંગ કાર્યક્રમો હશે. આ એક સાંસ્કૃતિક ઉત્સવ હશે. અનંત અને રાધિકાની સગાઈ 19 જાન્યુઆરી, 2023ના રોજ મુંબઈમાં થઈ હતી.

અમદાવાદ, 24 ફેબ્રુઆરીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને સીએમડી મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન 1-3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં થવાના છે. કહેવાની જરૂર નથી, આ પ્રી વેડિંગ ફંક્શનમાં બોલિવૂડ સ્ટાર્સ અને વીવીઆઈપી મહેમાનોનો જમાવડો હશે. 1 થી 3 માર્ચ સુધી જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી વેડિંગ કાર્યક્રમો હશે. આ એક સાંસ્કૃતિક ઉત્સવ હશે. અનંત અને રાધિકાની સગાઈ 19 જાન્યુઆરી, 2023ના રોજ મુંબઈમાં થઈ હતી. તેમના ગોળ ધાણા મુંબઈમાં અંબાણી નિવાસ એન્ટેલિયા ખાતે થયા. કપલના રોકા 29 ડિસેમ્બર, 2022ના રોજ રાજસ્થાનના નાથદ્વારા ખાતે શ્રીનાથજી મંદિરમાં કરવામાં આવ્યા હતા.

સામે આવ્યું ગેસ્ટ લિસ્ટ

અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન અને રજનીકાંત સહિતની લોકપ્રિય ભારતીય હસ્તીઓ પોતાના પરિવારો સાથે આ ફંક્શનમાં હાજરી આપશે. સલમાન ખાન પણ પ્રી વેડિંગ ફ્કંશન માટે જામનગર આવશે. અક્ષય કુમાર તેની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પણ હાજરી આપશે.

અજય દેવગણ, કાજોલ, સૈફ અલી ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ, કેટરિના કૈફ, કરણ જોહર, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને કરિશ્મા કપૂર પણ ફંક્શનમાં હાજરી આપશે. ચંકી પાંડે, બોની કપૂર અને અનિલ કપૂર પણ પોતાના પરિવાર સાથે જામનગર આવશે. માધુરી દીક્ષિત તેના પતિ ડોક્ટર શ્રીરામ નેને સાથે પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં સામેલ થશે. આદિત્ય ચોપરા અને રાની ચોપરા પણ હાજર રહેશે.

રિહાન્ના અને મેજિશિયન ડેવિડ બ્લેન સહિતના ફેમસ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પણ પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પરફોર્મ આપશે. અરિજીત સિંહ, અજય-અતુલ અને દિલજીત દોસાંઝ સહિત ઘણા બોલિવૂડના ફેમસ સિંગર-મ્યુઝિશિયન આ ફંક્શનમાં સંગીતના સૂર રેલાવશે.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગમા VVIP અને સ્ટાર્સનો જમાવડો hum dekhenge news

VVIP મહેમાનો

સમારંભમાં સામેલ થનારા વીવીઆઈપીના લિસ્ટમાં મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ, મોર્ગન સ્ટેનલીના સીઈસો ટેડ પિક, માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ, ડિઝનીના સીઈઓ બોબ ઈગર, બ્લેક રોકના સીઈઓ લેરી ફિંક, એડનોકના સીઈઓ સુલ્તાન અહમદ અલ જાબેર અને ઈએલ રોથ્સચાઈન્ડના અધ્યક્ષ લિન ફોરેસ્ટર ડી રોથ્સચાઈલ્ડ સામેલ છે. આ ઉપરાંત મેક્સિકન બિઝનેસ મેગ્નેટ કાર્લોસ સ્લિમ, સાઉદી અરામકોના ચેરમેન યાસિર અલ રુમૈયાન, મોર્ગન સ્ટેનલીના સીઈઓ ટેડ પિક, બર્કશાયર હેથવેના ઉપાધ્યક્ષ અજીત જૈન, ઈવાન્કા ટ્રમ્પ, ઉદ્યોગસાહસિક યુરી મિલનર, એડોબના સીઈઓ શાંતનુ નારાયણ, ભૂટાનના રાજા અને રાણી, કતરના પીએમ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાની અને WEF પ્રમુખ ક્લૉસ શ્વાબ સામેલ છે.

ભારતના વીવીઆઈપી મહેમાનોના લિસ્ટમાં કુમાર મંગલમ બિરલા, ઉદય કોટક, સુનીલ મિત્તલ, આદર પૂનાવાલા, આધ્યાત્મિક નેતા સદગુરૂ, સચિન તેંડુલકર અને પરિવાર, એમએસ ધોની અને ફેમિલી, રોહિત શર્મા, કેએલ રાહુલ સામેલ છે.

આ પણ વાંચોઃ અનંત-રાધિકા અંબાણીની પ્રી-વેડિંગ ઈવેન્ટ્સમાં મહેમાનો માટે માર્ગદર્શિકા! જામનગર ધમધમશે

Back to top button