ચૂંટણી 2022ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

મધ્ય ગુજરાતમાં શહેરોની પ્રજાએ મત આપવામાં પણ નિરસતા દેખાડી, જાણો શું રહી સ્થિતિ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનમાં અમદાવાદની 21 બેઠકો માટે જિલ્લાના 5610 મતદાન મથકો પર વોટિંગ થશે.આ વખતની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લામાં રાષ્ટ્રીય,સ્ટેટ અને સ્થાનિક પાર્ટીઓ તેમજ અપક્ષ મળીને 249 ઉમેદવારો મેદાને છે. જ્યારે ભાજપ,કોંગ્રેસ અને આપ વચ્ચે પ્રથમવાર ત્રિપાંખીયો જંગ થશે.

Live Update : 

બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા થઈ પૂર્ણ. જેમાં  5 વાગ્યા સુધીમાં અંદાજીત ગુજરાતની 93 બેઠકો માટે કુલ 58.80 ટકા મતદાન થયું છે. જેમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં  સૌથી ઓછું 53.57 ટકા મતદાન અને ખેડા જીલ્લામાં 62.65 ટકા સાથે સૌથી વધુ મતદાન નોધાયું છે.

  • અમદાવાદ 53.57
  • આણંદ 59.04
  • છોટા ઉદેપુર 62.04
  • દાહોદ 55.80
  • ખેડા 62.65
  • મહીસાગર 54.26
  • પંચમહાલ 62.03
  • વડોદરા 58.00

બીજા તબક્કામાં 3 વાગ્યા સુધીમાં ગુજરાતની 93 બેઠકો પર 50.51 ટકા મતદાન નોધાયું છે. સૌથી વધુ છોટા ઉદેપુરમાં 54.40 ટકા મતદાન અને સૌથી ઓછું અમદાવાદ જિલ્લામાં  44.67 ટકા મતદાન નોંધાયું છે.

  • અમદાવાદ 44.67
  • આણંદ 53.75
  • છોટા ઉદેપુર 54.40
  • દાહોદ 46.17
  • ખેડા 53.94
  • મહીસાગર 48.54
  • પંચમહાલ 53.84
  • વડોદરા 49.69

અમદાવાદના પ્રથમ નાગરિક મૅયર કિરીટ પરમારે કર્યું મતદાન

અમદાવાદના પ્રથમ નાગરિક મૅયર કિરીટ પરમારે કર્યું મતદાન- humdekhengenews

પ્રારંભિક 1 વાગ્યા સુધીમાં 34.74 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાય. જેમાં મધ્ય ગુજરાતના મહીસાગરમાં  સૌથી ઓછું 29.72 ટકા અને સૌથી વધુ છોટા ઉદેપુરમાં  38.18 ટકા નોધાયું છે.

  • અમદાવાદ 30.82
  • આણંદ 37.06
  • છોટા ઉદેપુર 38.18
  • દાહોદ 34.46
  • ખેડા 36.03
  • મહીસાગર 29.72
  • પંચમહાલ 37.09
  • વડોદરા 34.07

AAP ના સીએમ ઉમેદવાર ઇસુદાન ગઢવી ગુજરાતના અમદાવાદમાં મતદાન મથક પરથી કર્યું  મતદાન. 

શીલજ ગામમાં મતદાન પછી કાર્યકર્તાઓ સાથે હળવા મૂડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, લીધી ચ્હાની ચુસ્કી

સવારે 11 વાગ્યા સુધીના મધ્ય ગુજરાતના મતદાન આંકડા (ECI તરફથી) જાહેર

બીજા તબક્કાના મતદાનમાં 11 વાગ્યા સુધીમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં સૌથી ઓછું 16.95 ટકા અને છોટા ઉદેપુરમાં સૌથી વધુ 23.35 ટકા મતદાન નોધાયું છે.

  • અમદાવાદ 16.95
  • આણંદ 20.38
  • છોટા ઉદેપુર 23.35
  • દાહોદ 17.83
  • ખેડા 19.63
  • મહીસાગર 17.06
  • પંચમહાલ 18.74
  • વડોદરા 18.77

વાઘોડિયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સત્યજીત ગાયકવાડ સાયકલ લઈને મોંઘવારીના પોસ્ટર સાથે સાયકલ પર  મતદાન કરવા પહોંચ્યા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરાની મ્યુનિ.ઝોનલ ઓફિસે ખાતે પરિવાર સાથે કર્યું મતદાન.  

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પરિવાર સાથે કર્યું મતદાન  Former Chief Minister Anandiben Patel

પૂર્વ મુખ્યમંત્રી આનંદી બેન પટેલે કર્યું મતદાન

અમદાવાદના વિરમગામ ખાતે ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે કર્યું મતદાન. હાર્દિક પટેલે ચંદ્રનગર પ્રાથમિક શાળાના મતદાન મથક 264 પર કર્યું મતદાન.

  • નડિયાદ ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈએ મતદાન કર્યુ
  • સાબરમતી ભાજપના ઉમેદવાર ડૉ.હર્ષદ પટેલે કર્યુ મતદાન

નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે કર્યું મતદાન. 

મધ્ય ગુજરાતના દરેક જીલ્લાની મતદાનના પ્રથમ કલાકની તમામ અપડેટ

  • અમદાવાદ 4.20
  • આણંદ 4.92
  • છોટા ઉદેપુર 4.54
  • દાહોદ 3.37
  • ખેડા 4.50
  • મહીસાગર 3.76
  • પંચમહાલ 4.06
  • વડોદરા 4.15

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કુલમાં મતદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન મથકે પહોંચ્યા, મોટી સંખ્યામાં લોકો હાજર

ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં કર્યું મતદાન

  • શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે કોંગ્રેસ તરફી મતદાન થશે. 27 વર્ષના ભાજપના શાસનનો અંત આવશે.
  • સાણંદ તાલુકાના બકરાણા ગામે EVM બંધ પડતા મતદાન બંધ કરવામાં આવ્યું.
  • કરજણ વિધાનસભા વિસ્તાર ના કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર પિન્ટુ પટેલે કર્યું મતદાન.
  • વડોદરામાં સ્વામીનારાયણ સંતોએ લોકશાહીના મહાપર્વમાં ભાગ લઇ મતદાન કર્યુ.

જ્ઞાનવત્સલ સ્વામી તેમજ અન્ય સંતો દ્વાર કરાયું મતદાન - humdekhengenews

અમદાવાદના નારણપુરાના એક બૂથમાં EVMમાં ખામી સર્જાઇ હતી. ગુજરાતી શાળા નંબર 4માં EVMમાં ખામી સર્જાતા ફરજ પરનો સ્ટાફ EVM કાર્યરત કરવામાં વ્યસ્ત બન્યો હતો.

બીજા તબક્કાની ચૂંટણી જે 14 જિલ્લામાં થવાની છે તેમાંથી સૌથી મહત્વનો જીલ્લા તમામ રાજકીય પક્ષો માટે અમદાવાદ છે. અમદાવાદમા સૌથી વધુ 21 બેઠકો છે અને અમદાવાદની બેઠકો કબ્જે કરવા માટે ભાજપ,કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષો વચ્ચે કાંટે કી ટક્કર છે.ઉપરાંત અમદાવાદની ઘાટલોડીયા બેઠક પરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ મેદાને છે અને અમદાવાદમાં ભાજપે મોટા ભાગની બેઠકોમાં નવા ઉમેદવારો મેદાને ઉતાર્યા છે.

આ પણ વાંચો : 93 બેઠકોમાંથી હાઈપ્રોફાઈલ અને અટપટી બેઠક વિષે જાણો

જ્યારે છેલ્લી ફાઈનલ મતદાર યાદી મુજબ કુલ 60,04,739 મતદારો છે.જેમાં પુરુષ મતદારો 31,23,306, મહિલા મતદારો 28,81,224 અને ટ્રાન્સજેન્ડર મતદારો 209 છે. 80થી વધુ ઉંમરના 1.31 લાખથી વધુ મતદારો છે. જિલ્લાની 21 બેઠકો માટે કુલ 5599 મતદાન મથકો ઉપરાંત 11 પુરક મતદાન સહિત 5610 મથકો તેમજ ઈકો ફ્રેન્ડલી મથકો તૈયાર કરવામા આવ્યા છે. મહિલા મતદાતાઓને પ્રોત્સાહન માટે 147 સખી મતદાન મથકો છે.

મધ્ય ગુજરાતના ક્યાં જિલ્લામાં થશે મતદાન

  • અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
  • આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
  • ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
  • મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
  • પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ : શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
  • દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
  • વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
  • છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)

આ પણ વાંચો : વોટ્સએપથી લઈને પેજ પ્રમુખ સુધી, ભાજપે કોંગ્રેસ-આપને આ રીતે હરાવ્યા

Back to top button