ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પાંચમા તબક્કામાં 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન શરૂ, અક્ષય કુમાર-અનિલ અંબાણી સહિતનાએ કર્યું મતદાન

Text To Speech
  • 49 બેઠકો પરના 695 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાં થશે કેદ
  • બિહારમાં મતદાન શરૂ થયા પહેલા જ લાંબી લાઈનો જોવા મળી 

ચૂંટણીનો પાંચમો તબક્કો, 20 મે: લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કાનું મતદાન આજે 20 મે રોજ સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. 20મી મેના રોજ મતદાન માટે તમામ બૂથ તૈયાર કરવામાં આવ્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે, આજે 8 રાજ્યોની 49 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ 49 બેઠકો પરના 695 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાં કેદ થશે. આ પાંચમા તબક્કામાં અત્યાર સુધીમાં માયાવતી, અનિલ અંબાણી, અક્ષય કુમાર સહિતની હસ્તીઓએ મતદાન કર્યું છે. જ્યારે બિહારમાં મતદાન પહેલા જ લાંબી લાઈનો જોવા મળી હતી. આ પછી છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ યોજાશે, જે અંતર્ગત 7 રાજ્યોની 57 બેઠકો માટે મતદાન થશે. સાતમા એટલે કે છેલ્લા તબક્કા માટે 1 જૂને મતદાન થશે. તમને જણાવી દઈએ કે, પાંચમા તબક્કામાં યુપીની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, બિહાર અને ઓડિશાની પાંચ-પાંચ, ઝારખંડ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખની એક-એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે.

ક્યાં-ક્યાં હસ્તીઓએ મતદાન કર્યું?

અભિનેતા અક્ષય કુમારે મુંબઈના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો છે. તેમણે કહ્યું કે, ‘હું ઈચ્છું છું કે મારું ભારત વિકસિત થાય અને મજબૂત બને. મેં આને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે. ભારતે તેને જે યોગ્ય લાગે તેને મત આપવો જોઈએ. મને લાગે છે કે મતદાનની ટકાવારી સારી રહેશે. દેશના જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ પોતાનો મત આપ્યો છે. મહારાષ્ટ્રમાં અભિનેતા ફરહાન અખ્તર અને દિગ્દર્શક ઝોયા અખ્તરે મુંબઈમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો છે તેમજ યુપીના પૂર્વ સીએમ માયાવતીએ પોતાનો મત આપ્યો.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં મતદાન કરવા લાંબી લાઈનો લાગી

 

જમ્મુ-કાશ્મીરની બારામુલા સંસદીય બેઠક અને કેન્દ્રશાસિત લદ્દાખ સંસદીય બેઠક પર સવારથી મતદાન કરવા લાંબી લાઈનો લાગી છે. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા, પીડીપીના મીર મોહમ્મદ ફૈયાઝ, પીપલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ સજ્જાદ ગની લોન અને એન્જિનિયર રશીદ જમ્મુ અને કાશ્મીરની બારામુલા સંસદીય સીટ માટે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે સમગ્ર દેશમાં સમાચારોમાં છે.

આ પણ જુઓ: અધીર રંજનને ખડગેની ચેતવણીથી બંગાળના કાર્યકરો નારાજ! કોંગ્રેસ અધ્યક્ષના ફોટા પર ફેરવ્યો કાળો કૂચડો

Back to top button