ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તેલંગાણા વિધાનસભાની 119 બેઠકો પર મતદાન થયું શરૂ, PMએ મતદાન કરવા કરી અપીલ

  • રાજ્યમાં 3 કરોડ 17 લાખથી વધુ મતદારો મતદાન કરીને પોતાનું ભાવિ કરશે નક્કી 
  • 109 પક્ષોના 2,290 ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા
  • PM મોદીએ રાજ્યની બહેનો અને ભાઈઓને રેકોર્ડ બ્રેક મતદાન કરવા આહવાન કર્યું

વિધાનસભા ચૂંટણી 2023 : ભારતની દક્ષિણ દિશામાં આવેલા રાજ્ય તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે આજે(ગુરુવારે) મતદાન થઈ રહ્યું છે. વિધાનસભાની તમામ 119 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. રાજ્યમાં 3 કરોડ 17 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાનું ભાવિ નક્કી કરશે. રાજ્યમાં 106 મતવિસ્તારોમાં 35,655 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો સહિત 109 પક્ષોના 2,290 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ રાજ્યની બહેનો અને ભાઈઓને રેકોર્ડ બ્રેક મતદાન કરવા આહવાન કર્યું.

 

ચૂંટણી દરમિયાન 13 ડાબેરી આતંકવાદ (LWE) પ્રભાવિત મતવિસ્તારોની ઓળખ કરવામાં આવી છે, જ્યાં મતદાન સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી કરવામાં આવશે. રાજ્યની આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો BRS, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રહેલો છે. મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ સતત ત્રીજી વખત રાજ્યમાં સત્તા પર પાછા ફરવા પર નજર રાખી રહ્યા છે. જેથી કોંગ્રેસ અને ભાજપ તેમને કોઈને કોઈ રીતે રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાનનો રેકોર્ડ તોડવા કરવા કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર પોસ્ટ મૂકતા જણાવ્યું હતું કે, “હું તેલંગાણાની મારી બહેનો અને ભાઈઓને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીના ઉત્સવને મજબૂત કરવા આહ્વાન કરું છું. હું ખાસ કરીને યુવા અને પ્રથમ વખતના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું.

2,290 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા

તેલંગાણાની આ ચૂંટણીમાં 2,290 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. BRSએ તમામ 119 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. તે જ સમયે, ભાજપ અને પવન કલ્યાણની જનસેના ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. ભાજપ 111 અને જનસેના 8 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. બીજી બાજુ કોંગ્રેસ પણ 118 સીટો પર ચૂંટણી લડી રહી છે. તેણે તેના સહયોગી CPIને માત્ર એક સીટ આપી છે. જ્યારે અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીએ 9 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

2018ની વિધાનસભા ચૂંટણીના શું પરિણામો રહ્યા હતા ?

2018ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી KCRની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) એ 88 બેઠકો જીતી હતી. જોકે, હવે TRSનું નામ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) થઈ ગયું છે. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસને 19, TCPને 2, ભાજપને 1, AIMIMને 7 અને અપક્ષને 1 બેઠક મળી હતી.

આ પણ જુઓ :ગુજરાતઃ ચૂંટણીપંચને નવા મતદાર તરીકે નોંધણી માટે 2.62 લાખ ફોર્મ મળ્યા

Back to top button