IFFCOની ચૂંટણીનુ આજે મતદાનઃ જયેશ રાદડીયા અને બિપીન ગોતા વચ્ચે જંગ

રાજકોટઃ 9 મે 2024, સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા IFFCOના ડિરેક્ટર પદ માટેની ચૂંટણીનું આજે મતદાન છે. દિલ્હી ખાતેના IFFCO સંકુલમાં ગુજરાતના 1 ડિરેક્ટર માટે મતદાન થઇ રહ્યું છે. જયેશ રાદડીયા માટે અસ્તિત્વનો તો બિપીન પટેલ માટે આબરૂનો જંગ છે. ભાજપ સામે પડેલા પંકજ પટેલે ઉમેદવારી પાછી ખેંચતા જયેશ રાદડીયા અને બિપીન પટેલ વચ્ચે સીધો જંગ છે. ગત રાત્રે પંકજ પટેલે બિપીન પટેલને ટેકો જાહેર કરતા પોતાની દાવેદારી પાછી ખેંચી હતી. ભાજપે બિપીન પટેલને સમર્થન આપ્યું છે, જયેશ રાદડીયાએ ભાજપ સામે પડી દાવેદારી કરી છે. સૌરાષ્ટ્રના IFFCOના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો પણ દાવો થઇ રહ્યો છે.
121 મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો દાવો
IFFCOના ગુજરાતમાં કુલ 181 મતદારો આજે મતદાન કરશે. આ ચૂંટણીમાં કુલ 182 મતદારો છે. તેમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ છે. એકલા રાજકોટમાં 68 મત છે. રાજકીય સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતના 181માંથી પૈકી 121 મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો દાવો થઇ રહ્યો છે.જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આ ઉપરાંત રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. જ્યારે બિપીન પટેલ સહકારી ક્ષેત્રના પ્રમુખ છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની પણ આ ચૂંટણી પર સીધી નજર છે. કોંગ્રેસ સમર્થિત વિજય ઝટકિયાએ IFFCOના ડિરેક્ટરની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ સુરત પાર્ટ-2 હોવાના કારણે તેમનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું.
દિલીપ સંઘાણીએ જયેશ રાદડિયાને સમર્થન આપ્યું?
ભાજપના સમર્થનથી લડી રહેલા બિપિન પટેલ ચૂંટણી જીતે છે કે રાદડિયાની હાર થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે. બીજેપી ધારાસભ્ય રાદડિયાએ પોતાનું નામાંકન પાછું ખેંચવાનો ઇનકાર કરતાં ડિરેક્ટર માટે ચૂંટણી આવી છે. સહકારી ક્ષેત્રમાં એવી પણ ચર્ચા છે કે જો બિપીન પટેલ ચૂંટણી જીતે તો તેઓ IFFCOના ચેરમેન અથવા તો વાઇસ ચેરમેન બની શકે છે. હાલમાં ભાજપના નેતા દિલીપ સંઘાણી IFFCOના ચેરમેન પદે છે. દિલીપ સંઘાણી ગુજરાત ભાજપના મજબૂત નેતા છે. પાટીદાર સમાજમાંથી આવતા રાદડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે રાજકોટમાં તેમનું વર્ચસ્વ છે. બીજી તરફ દિલીપ સંઘાણીએ જયેશ રાદડિયાને સમર્થન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃબનાસકાંઠા : ડીસામાં ખેડૂતોને ઓછા વોલ્ટેજથી વીજળી મળતી હોવાથી મોટરો બળી જવાનો પ્રશ્ન