ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મિઝોરમની 40 અને છત્તીસગઢની 20 બેઠકો પર વિધાનસભા ચૂંટણીનું મતદાન શરૂ

  • પાંચ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીની જંગ વચ્ચે આજે છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન શરૂ
  • મિઝોરમમાં 8.5 લાખ તો છત્તીસગઢના પ્રથમ તબક્કામાં 40 લાખ મતદારો મતદાન કરીને પોતાનું ભાવિ નક્કી કરશે

ASSEMBALY ELECTION 2023 : પાંચ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીની જંગ વચ્ચે આજે છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન શરૂ થયું છે. છત્તીસગઢમાં 20માંથી 10 બેઠકો પર 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું. જ્યારે બાકીની 10 બેઠકો માટે 8 વાગ્યે મતદાન શરૂ કરાયું હતું. તો બીજી બાજુ મિઝોરમમાં એક જ તબક્કામાં તમામ 40 બેઠકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. છત્તીસગઢના ઘણા નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં મતદાન થવાના કારણે ચૂંટણી પંચે ત્યાં 60 હજાર સુરક્ષા દળો તૈનાત કર્યા છે. આવા નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બપોરે 3 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણીના સંચાલન માટે 25,429 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 25 મહિલાઓ સહિત 223 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જ્યારે મિઝોરમમાં 174 ઉમેદવારો વિધાનસભાની ચુંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા છે.

 

મિઝોરમમાં 8.5 લાખ મતદારો પોતાનું ભાવિ નક્કી કરશે

MIZORAM ASSEMBLY ELECTION
MIZORAM ASSEMBLY ELECTION

મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે એક તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. અહીં 40 બેઠકો પર મતદારો મતદાન કરી રહ્યા છે. એકંદરે, 4,39,026 મહિલા મતદારો સહિત 8,57,063 મતદારો મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર છે.

પ્રથમ તબક્કામાં છત્તીસગઢમાં 40 લાખ મતદારો કરશે મતદાન

છત્તીસગઢ વિધાનસભા બેઠકોની સંખ્યા 90 છે. 90 સભ્યોની રાજ્ય વિધાનસભા માટે 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 20 બેઠકો પર અને બીજા તબક્કામાં 70 બેઠકો પર મતદાન થશે. આજે પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. જ્યારે બાકીની 70 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન 17 નવેમ્બરે છે. પ્રથમ તબક્કામાં 5304 મતદાન મથકો પર 40 લાખ મતદારો પોતાનો મત આપવાના છે.

મિઝોરમના મુખ્યમંત્રી જોરામથાંગા પોતાનો મત આપી ન શક્યા

મિઝોરમના મુખ્યમંત્રી અને મિઝો નેશનલ ફ્રન્ટના પ્રમુખ જોરામથાંગા પોતાનો મત આપવા આઈઝોલ ઉત્તર-2 વિધાનસભા બેઠક માટે 19-આઈઝોલ વેંગલાઈ-I YMA હોલ મતદાન મથક ખાતે પહોંચ્યા હતા પરંતુ મતદાન કરી શક્યા ન હતા. મિઝોરમના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “મશીન કામ કરતું નથી. મેં મતદાન કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ મશીન કામ કરતું ન હતું. પછી મેં કહ્યું કે હું મારી વિધાનસભામાં જઈશ અને ત્યાં સવારની સભા કર્યા પછી હું પાછો ફરીશ અને મારો મત આપીશ.” વધુમાં જણાવ્યું કે, “ અહીં કોઈ ત્રિશંકુ વિધાનસભા નહીં હોય. આ MNF સરકાર હશે. મને આમાં પૂરો વિશ્વાસ છે. અહીં રાજ્યમાં અમારું ભાજપ કે અન્ય કોઈ પક્ષ સાથે ગઠબંધન નથી. અમે અહીં કેન્દ્રમાં માત્ર NDAના સાથી છીએ.”

આ પણ જુઓ :કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં AAP ધારાસભ્યોની બેઠક બોલાવી

Back to top button