ત્રિપુરામાં 60 વિધાનસભા સીટો પર સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે 3,337 મતદાન મથકો પર સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે, જેમાંથી 1,100ને સંવેદનશીલ અને 28ને અતિસંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ત્રિપુરા ચૂંટણી 2023 : આજે પ્રથમ તબક્કાનું મતદાન, 259 ઉમેદવારોના ભાવિ થશે EVMમાં કેદ
#TripuraAssemblyElections2023 | 51.35% voter turnout recorded till 1 pm pic.twitter.com/ZRGxvC6vqb
— ANI (@ANI) February 16, 2023
મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ગિટ્ટે કિરણકુમાર દિનકારોએ જણાવ્યું હતું કે 60 બેઠકો માટે મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજવા માટે 31,000 મતદાન કર્મચારીઓ અને કેન્દ્રીય દળોના 25,000 સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.