મહારાષ્ટ્રના આ ગામમાં EVM ઉપર મતદારોને શંકા, બેલેટથી ચૂંટણી કરાવ્યાની ચર્ચા
સોલપુર, 3 ડિસેમ્બર : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણીના પરિણામોના 10 દિવસ બાદ મુખ્યમંત્રીના ચહેરાને લઈને રાજ્યમાં ઉત્તેજના છે. આ દરમિયાન મહારાષ્ટ્રના સોલાપુરમાં ફરી એકવાર મતદાન થવા જઈ રહ્યું છે. આ મતદાન ચૂંટણી પંચ દ્વારા નહીં પરંતુ ગ્રામજનોએ કર્યું છે.
ગ્રામજનોનો દાવો છે કે આ ગામમાં ભાજપને માત્ર 100-150 વોટ મળી શકે છે, પરંતુ તેમને અહીંથી વધુ વોટ મળ્યા છે. આ જ કારણ છે કે ગ્રામજનો દાન એકત્ર કરી ફરી મતદાન કરી રહ્યા છે. જોકે આ મતદાન અનૌપચારિક રીતે થઈ રહ્યું છે. સોલાપુર પ્રશાસને નોટિસ જારી કરીને ગ્રામજનોને પુનઃ મતદાનથી દૂર રહેવા જણાવ્યું હતું.
ગામમાં ફરી મતદાન કેમ થઈ રહ્યું છે?
એવું કહેવામાં આવી રહ્યું છે કે માર્કડવાડી સોલાપુરના માલશિરસ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે, અહીંના મોટાભાગના મતદારો મહાવિકાસ અઘાડી એટલે કે એમવીએના સમર્થક છે. અહીંથી NCP (SP)ના ઉત્તમરાવ જાનકરે ભાજપના પૂર્વ ધારાસભ્ય રામ સાતપુતેને હરાવ્યા છે. અહીં સમર્થકોએ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા EVM પરિણામો સામે વાંધો ઉઠાવ્યો છે.
ગ્રામજનોએ દાવો કર્યો હતો કે NCP (SP) ના ઉત્તમરાવ જાનકરને તેમના ગામમાંથી 80 ટકા મત મળ્યા છે, પરંતુ આ EVM દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા મુજબ નથી. ગ્રામજનોએ દાવો કર્યો હતો કે ભાજપના ઉમેદવાર ગામમાંથી 100-150થી વધુ મત મેળવી શકે નહીં. જેના કારણે ગ્રામજનો ફરી મતદાન કરી રહ્યા છે.
ગ્રામજનોની આ જાહેરાત બાદ વહીવટીતંત્ર તરત જ એક્શનમાં આવી ગયું છે, કારણ કે તે વિસ્તારમાં તણાવ પેદા કરી શકે છે. સોમવારે ત્યાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો :- શેરબજારનું ગ્રીનઝોનમાં ઓપનિંગ, જાણો કેટલાં ઉછળ્યા સેન્સેકસ અને નિફ્ટી