ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022મધ્ય ગુજરાત

બાપુનગરમાં મોંઘવારીના વિરોધ સાથે ફાટેલા કપડે કોંગ્રેસના કાર્યકરોએ કર્યુ મતદાન

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને લઈને બાપુનગર ખાતે મતદાતાઓ એક અલગ અંદાજમાં મતદાન કરવા પહોચ્યાં હતા. બાપુનગર વિસ્તારમાં સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ લોકો મતદાન કરવા પહોચ્યાં હતા. ત્યારે કેટલાક લોકો એક અલગ જ અંદાજમાં મતદાન કરવા મતદાન મથકે ઉપસ્થિત રહ્યા હતા. મોંઘવારી અને પેપરલીક ઘટનાના વિરોધ સાથે કોંગ્રેસના પ્રવક્તાએ કાર્યકરો સાથે મતદાન કરવા માટે બુથ પર પહોચ્યાં હતા.

મોંઘવારીના વિરોધ સાથે બાપુનગરમાં આપ્યો વોટ

અમદાવાદની બાપુનગર વિધાનસભામાં આજે કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયક અલગ અંદાજમાં મતદાન કરવા માટે પહોચ્યાં હતા. અમિત નાયક ઘરેથી ફાટેલા કપડા પહેરીને મતદાન કરવાં પહોચ્યાં હતા. હાથમાં તેલનો ડબ્બો તેમજ ગેસની બોટલ લઈને મતદાન કરવા પહોચ્યાં હતા. તેમણે મોંઘવારીના વિરોધ સાથે મતદાન મથકમાં જઈને વોટ આપ્યો હતો. મતદાન બાદ તેમણે કહ્યું કે, મોંઘવારી અને બેરોજગારી વધી રહી છે, નાગરીકો બોલી શકતા નથી પણ પણ તેનો વિરોધ કરી શકે છે.

આ પણ વાંચો: બનાસકાંઠા : પાલનપુરમાં સૌથી ઓછું મતદાન, ઢોલ વગાડી મતદાન માટે લોકોને કરાયા જાગૃત

ત્રણ વાગ્યા સુધીનું મતદાન

બપોરે 3 વાગ્યા સુધીમાં બીજા તબક્કામાં 50.51 ટકા મતદાન થયું છે. જેમાં સાબરકાંઠામાં સૌથી વધુ 57.23 ટકા થયું છે. જ્યારે સૌથી ઓછુંં મતદાન અમદાવાદમાં 44.67 ટકા નોંધાયું છે. શહેરી વિસ્તારમાં મતદાન કરવામાં ભારે નિરસતા જોવા મળી રહી છે.

Back to top button