મતદાર જાગૃતિ: જો તમારી જગ્યાએ અન્ય કોઈ મતદાન કરે તો તેનો ઉકેલ શું છે? અહીં જાણો


HD ન્યૂઝ ડેસ્ક, 17 એપ્રિલ: ભારતમાં હાલ ચારે બાજુ લોકસભા ચૂંટણી 2024નું જોરદાર વારતાવરણ બન્યું છે. દરેક રાજકીય પ્રક્ષો પોત-પોતાના પક્ષને જીતાડવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. દેશની કુલ 543 લોકસભા બેઠકો માટે 7 તબક્કામાં મતદાન થશે. ભારતની સામાન્ય ચૂંટણી એ વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણી છે. આવી સ્થિતિમાં આ ચૂંટણીને લઈને લોકોમાં અનેક સવાલો છે. આમાંનો એક પ્રશ્ન એ છે કે જો તમારી જગ્યાએ અન્ય કોઈ મત આપીને જતું રહે તો? શું તમને પછી મત આપવાની તક મળશે? આ માટે કયા પગલાં લેવાની જરૂર છે? આવો જાણીએ આ મહત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ.
જો કોઈ તમારા નામે મત આપે તો?
જો કોઈ વ્યક્તિ અન્ય કોઈના નામે મત આપે છે તો તેના માટે ચૂંટણી પંચ દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. ભારતીય ચૂંટણી અધિનિયમ 1961 હેઠળ જો કોઈ તમારા નામે મત આપે છે, તો તમે પ્રિસાઇડિંગ ઓફિસરને ફરિયાદ કરી શકો છો. જો તમારી પાસે વોટર આઈડી અને વોટિંગ સ્લીપ હશે તો તમને વોટ કરવાની તક મળશે. જો કે, તમારો મત ટેન્ડર કરેલ બેલેટ પેપર તરીકે ચિહ્નિત કરવામાં આવશે અને અલગ રાખવામાં આવશે. ટેન્ડરેડ બેલેટ પેપરને ચેલેન્જ વોટ પણ કહેવામાં આવે છે. ચૂંટણી અધિકારીઓ તપાસ કરશે કે તમારી જગ્યાએ કોણે મત આપ્યો છે. આ પછી બેમાંથી એક મતની ગણતરી કરવામાં આવશે.
2024ની ચૂંટણીમાં કેટલા લોકો મતદાન કરવા પાત્ર છે?
ભારતના ચૂંટણી પંચે માહિતી આપી છે કે આ લોકસભા ચૂંટણીમાં લગભગ 97 કરોડ ભારતીયો મતદાન કરવા માટે લાયક હશે. ચૂંટણી પંચે અહેવાલ આપ્યો છે કે ભારતમાં 96.88 કરોડ લોકો આગામી સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન કરવા માટે નોંધાયેલા છે, જે વિશ્વનો સૌથી મોટો મતદાર વર્ગ છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર છેલ્લી લોકસભા ચૂંટણી 2019થી નોંધાયેલા મતદારોની સંખ્યામાં છ ટકાનો વધારો થયો છે.
લોકસભાની ચૂંટણી ક્યારે યોજાશે?
લોકસભા ચૂંટણી 2024 કુલ 7 તબક્કામાં યોજાશે. દેશની કુલ 543 બેઠકો માટે એક પછી એક 7 તબક્કામાં ચૂંટણી યોજાશે.
- પ્રથમ તબક્કો: 19 એપ્રિલ
- બીજો તબક્કો: 26 એપ્રિલ
- ત્રીજો તબક્કો: 7 મે
- ચોથો તબક્કો: 13 મે
- પાંચમો તબક્કો: 20 મે
- છઠ્ઠો તબક્કો: 25 મે
- સાતમો તબક્કો: 1 જૂન
- પરિણામો: 4 જૂન
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ થયા શાંત, જાણો 19 એપ્રિલે કયા રાજ્યની કેટલી બેઠકો પર થશે મતદાન