ગુજરાત

ભાજપ દ્વારા 25 અને 26 મી ઓગસ્ટએ મતદાતા ચેતના અભિયાન હાથ ધરવામાં આવશે

Text To Speech
  • પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી
  • અભિયાનમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે
  • 18 વર્ષ પૂર્ણ થયેલ યુવાનોને નવા મતદાર બનાવવામાં આવશે

પાટણ જિલ્લામાં ભાજપ દ્વારા 25 અને 26 મી ઓગસ્ટે મતદાતા ચેતના અભિયાન હાથ ધરવામાં આવશે. મતદાતા ચેતના અભિયાન અંતર્ગત પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી . જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 25 અને 26 મી ઓગસ્ટના રોજ આ અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.

ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે

આ પણ વાંચો: સુરતમાં નકલી ગન લઇ જ્વેલર્સને લૂંટવા પહોંચેલાં લૂંટારૂઓનો ફિયાસ્કો

18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોય તેવા યુવાનોને નવા મતદાર બનાવવામાં આવશે. આ સાથે સાથે નામ કમી થઈ ગયેલ હોય અને નામો સુધારો વધારો કરવાનો હોય તેના માટે પણ અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે 18 વર્ષ કરતાં વધારે ઉંમર ધરાવતા કોઈ પણ યુવાન મતાધિકારથી વંચિત ના રહી જાય તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે આ અભિયાયનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતના વિકાસ પ્રોજેક્ટ્સ પર બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ દર્શાવ્યો સૌથી વધુ વિશ્વાસ

યુવાનોને મતદાન અંગે જાગૃતિ આપશે

મતદાતા ચેતના અભિયાન હેઠળ વિવિધ વિસ્તારોમાં કાર્યક્રરો સર્વે હાથ ધરશે. તેમજ યુવાનોને મતદાન અંગે જાગૃતિ આપશે. જેથી યુવાનોમાં મતદાન વિશે માહિતી મળી શકે છે. તેમજ જે યુવાનો પ્રથમ વખત મતદાન કરવા જઇ રહ્યાં છે તેમને પણ ખાસ માહિતી આપી મતની લોકશાહિમાં કેટલી જરૂરિયાત છે તેનાથી માહિતગાર કરવામાં આવશે.

Back to top button