ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

Voluntary Providend Fund: સ્માર્ટ લોકો પસંદ કરે છે આ ટેક્સ ફ્રી ઇન્વેસ્ટમેન્ટ

Text To Speech

કોઇ પણ નોકરી કરતી વ્યક્તિ માટે તેના પીએફની રકમ ખુબ જ મુલ્યવાન હોય છે. આ રકમ દ્વારા તેઓ પોતાનું ફ્યુચર સિક્યોર માને છે. જે લોકો સ્માર્ટ હોય છે તે પીએફની રકમમાં પોતાનું કન્ટ્રીબ્યુશન વધારી દે છે. આ પ્રક્રિયાને વોલેન્ટરી પ્રોવિડન્ડ ફંડ કહેવાય છે. તેમાં રકમ પર તો વધુ વ્યાજ મળે જ છે, પરંતુ મોટી રકમ પણ ભેગી થઇ જાય છે. આવો વોલેન્ટરી પ્રોવિડન્ડ ફંડ અંગે જાણીએ.

Voluntary Providend Fund: સ્માર્ટ લોકો પસંદ કરે છે આ ટેક્સ ફ્રી ઇન્વેસ્ટમેન્ટ hum dekhenge news

શું છે વોલેન્ટરી પ્રોવિડન્ડ ફંડ

આ એક રીત છે, જેના દ્વારા તમે તમારી સેલરીમાં કપાતા પીએફની રકમમાં વધારો કરી શકો છો. તે કોઇ પણ નોકરિયાત વ્યક્તિ માટે ઓપન છે. આ યોજનામાં રોકાણકારોની આવક અધિનિયમની કલમ 80સી હેઠળ ટેક્સમાં પણ છુટછાટ મળે છે. આ સાથે મેચ્યોરિટી પર મળતુ રિટર્ન પણ ટેક્સ ફ્રી હોય છે. પીએફ પર સરકાર દર વર્ષે 8.10 ટકા વ્યાજ આપે છે.

Voluntary Providend Fund: સ્માર્ટ લોકો પસંદ કરે છે આ ટેક્સ ફ્રી ઇન્વેસ્ટમેન્ટ hum dekhenge news

કેવી રીતે કરશો ઇનવેસ્ટમેન્ટ

જો તમે ઇચ્છો તો જ તમારી સેલરીમાંથી વોલેન્ટરી પ્રોવિડન્ડ ફંડ કાપવામાં આવે છે. આ હેઠળ કર્મચારીએ કંપનીના એચઆર પાસેથી જાણકારી લેવાની હોય છે. જો કોઇ કર્મચારી વીપીએફનો નિર્ણય લે છે તો કંપનીને કોઇ સમસ્યા નહીં હોય. કંપનીએ કર્મચારીને વોલેન્ટરી પ્રોવિડન્ડ ફંડના યોગદાન પર સમાન રકમ નહી આપવી પડે. તમે વાર્ષિક 2.50 લાખ રૂપિયા રોકી શકો છો. ત્યાં સુધીની રકમ પર ટેક્સ લાગતો નથી.

આ પણ વાંચોઃ Sidharth Kiara Wedding: સિદ્ધાર્થે નહીં પણ કિયારાએ ડાન્સ કરતાં લગ્નમાં કરી હતી એન્ટ્રી, જુઓ વીડિયો

Back to top button