રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન જલ્દી જ મરી જશે, ઝેલેન્સકીના નિવેદનથી હોબાળો થયો

યુક્રેન, 27 માર્ચ 2025 : યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ (zelenskyy) મોટું નિવેદન આપ્યું છે. ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનું ટૂંક સમયમાં મૃત્યુ થશે અને તેનાથી બંને દેશો વચ્ચે યુદ્ધનો અંત આવશે. ધ મિરરના રિપોર્ટ અનુસાર, ઝેલેન્સકીએ પેરિસમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. ઝેલેન્સકીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે રશિયન પ્રમુખ પુતિનના સ્વાસ્થ્યને લઈને ઘણી અટકળો ચાલી રહી છે.
ઝેલેન્સકીએ શું કહ્યું?
બુધવારે ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સાથેની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા ઝેલેન્સકીએ કહ્યું, ‘તે (putin) ટૂંક સમયમાં મૃત્યુ પામશે, અને તે હકીકત છે, પછી આ યુદ્ધ પણ સમાપ્ત થઈ જશે.’ ઝેલેન્સકીએ પુતિનના સ્વાસ્થ્ય વિશે એવા સમયે ટિપ્પણી કરી હતી જ્યારે યુક્રેન અને રશિયા 30 દિવસ માટે ઉર્જા લક્ષ્યો પર હુમલા રોકવા માટે સંમત થયા છે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
ઝેલેન્સ્કીએ રશિયા પર આરોપ લગાવ્યો
પેરિસમાં મીડિયા સાથે વાત કરતા, યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ પણ રશિયા પર શાંતિના પ્રયાસો છતાં “સંઘર્ષને લંબાવવાનો” આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, ‘રશિયા ઇચ્છે છે કે આ યુદ્ધ ચાલુ રહે, તે તેને લંબાવી રહ્યું છે. આપણે રશિયા પર દબાણ લાવવાની જરૂર છે જેથી યુદ્ધ ખરેખર સમાપ્ત થાય.
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા મહિનાઓથી રશિયાના પ્રમુખ પુતિનના સ્વાસ્થ્યને લઈને અફવાઓ છે. આ અફવાઓએ વધુ વેગ પકડ્યો છે જ્યારે રશિયન નેતા સતત ખાંસી રહ્યા છે અને તેમના હાથ અને પગમાં ધ્રુજારી આવી રહી છે. 2022 માં, એક વીડિયો સામે આવ્યો જેમાં પુતિન તેના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુ સાથે મુલાકાત કરી રહ્યા હતા. આ દરમિયાન તે તેમની સામે ટેબલ પકડીને તેની ખુરશી પર ઝુકીને બેઠા હતા. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પુતિન પાર્કિન્સન રોગ અને કેન્સરથી પીડિત છે. જો કે, આ અહેવાલોની પુષ્ટિ થઈ શકી નથી અને ક્રેમલિને પણ આ દાવાઓને નકારી દીધા છે.
યુદ્ધ ક્યારે શરૂ થયું?
24 ફેબ્રુઆરી, 2022 ના રોજ, રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો, જેણે યુદ્ધની શરૂઆત કરી. રશિયન દળોએ કિવ, ખાર્કીવ અને મેરીયુપોલ સહિત યુક્રેનિયન શહેરો પર હુમલો કર્યો. યુક્રેને આનો સખત વિરોધ કર્યો, ત્યારબાદ સંઘર્ષ ઝડપથી મોટા યુદ્ધમાં ફેરવાઈ ગયો. રશિયન આક્રમણની શરૂઆતના કલાકોમાં અંધાધૂંધી વચ્ચે, અફવાઓ ફેલાઈ કે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી દેશ છોડીને ભાગી ગયા છે પરંતુ એવું બન્યું ન હતું. યુદ્ધ હજુ ચાલુ છે.
આ પણ વાંચો : ગુજરાતઃ ચાર વર્ષમાં 14 કરોડ લોકોને પી.એમ. ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળ્યો