પીએમ મોદીથી નાખુશ ઝેલેસ્કી? યુક્રેનના પ્રમુખના સુર બદલાયા
યુક્રેન – 27 ઑગસ્ટ : તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની મુલાકાત લઈને ભારત પાછા ફર્યા છે, તેમના પાછા ફરતાંની સાથે જ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ સુર બદલી દીધા હોય તેવુ જણાઈ રહ્યું છે. બંને દેશના નેતાઓ વચ્ચે શાંતિ તથા વેપાર અંગે ચર્ચા -વિચારણાઓ થઈ હતી. જેની હજી ઘણી વાતો થઈ રહી છે. જેની વચ્ચે ઝેલેન્સ્કીએ મીડિયા ઈન્ટરવ્યુમાં એવા નિવેદનો આપ્યા છે કે, જેનાથી તેઓ વડાપ્રધાન મોદીથી ખુશ નથી.
ઝેલેન્સ્કીનું નિવેદન
મીડિયા રિપોર્ટ અનુસાર, 23 ઓગસ્ટના રોજ ઝેલેન્સ્કીએ ભારતીય પત્રકારો સાથે પત્રકાર પરીષદ સંબોધી હતી, જેમાં જણાવ્યું હતું કે, તેમણે વડાપ્રધાન મોદી સાથે ભારતમાં વૈશ્વિક શાંતિ સંમેલન યોજવા કહ્યું હતું કારણ કે ભારત એક મોટો અને લોકશાહી દેશ છે, પરંતુ અમે એવા દેશમાં ક્યારેય શાંતિ સંમેલન કરી શકીએ નહીં, કે જેઓ અગાઉ આયોજિત શાંતિ સંમેલનમાં તેના અંગે કોઈ નિવેદન પણ આપ્યું નથી.
શું છે સમગ્ર મામલો?
ઝેલેન્કી સ્વિટ્ઝરલેન્ડમાં યુક્રેનમાં શાંતિ માટે આયોજિત સંમેલનની વાત કરી રહ્યા છે. જ્યાં ભારતે અગાઊ કોઈ નિવેદન આપ્યુ ન હતું. તેમજ કોઈ પણ જાતનો પ્રયાસ પણ કર્યો ન હતો. ભારત તરફથી વિદેશ મંત્રાલયના સેક્રેટરી પવન કપૂર તેમાં સામેલ રહ્યા હતા.
ભારતને રશિયા પાસેથી ક્રૂડ ન ખરીદવા પણ અપીલ કરી
ઝેલેન્સ્કીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, જો ભારત રશિયામાંથી ક્રૂડ ખરીદવાનું બંધ કરી દેશે તો રશિયા સામે ઘણા પડકારો ઉભા થશે, જેથી ભારતે રશિયા માટે પોતાનું વલણ પણ બદલવુ જોઈએ. જો આમ કરશે, તો યુદ્ધ પણ અટકી જશે. ઘણા બધા દેશોએ રશિયામાંથી આયાત બંધ કરી દીધી છે, પણ ભારતે તો ચાલુ રાખી છે. રશિયા-યુક્રેન યુદ્ધ અંગે સંયુક્ત રાષ્ટ્રમાં લાવવામાં આવેલા પ્રસ્તાવોથી અંતર જાળવવાના ભારતના વલણ અંગે પણ ઝેલેન્સકીએ કહ્યું કે તે આનાથી ખુશ નથી. તેમણે કહ્યું કે હવે પ્રસ્તાવ મૂકતા પહેલા વાત કરવી પડશે કારણ કે આ ભૂતકાળમાં જવાનો સમય નથી. તેઓ ઈચ્છે છે કે ભારત હંમેશા યુક્રેનની સાથે રહે.
આ પણ વાંચો : મોરબી જનરલ હોસ્પિટલમાં ક્વિક રિસ્પોન્સ ટીમની રચના