હવે ગુજરાતમાં કોર્પોરેટ વોલીબોલ લીગઃ જાણો- શો ડાઉન મેચમાં ખરાખરીનો જંગ
ગુજરાતમાં સૌપ્રથમ વખત કોર્પોરેટ વોલીબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની એલ.જે. કેમ્પસ ખાતે લીગનું આયોજન કરવામાં આવ્યું છે. વોલીબુલની આ ફાઈનલ મેચમાં વરદાન વોરિયર્સ એન્ડ એન.જી. સ્મેશર્સ વચ્ચે ખરાખરીનો જંગ છે. બન્ને ટીમ ફુલ ફોર્મમાં છે. બન્ને ટીમના ખેલાડીઓ મેચ જીતવા માટે પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા છે. ટીમના ખેલાડીઓનો જોશ એટલો બધો છે કે, બન્નેમાંથી કઈ ટીમના પલડામાં જીતનો કળશ ઢળશે તે કહેવુ મુશ્કેલ છે.
કોર્પોરેટ વોલીબોલ લીગમાં એન.જી. ગ્રુપના ડાયરેકટર અને વોલીબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ નગીનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન અને ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએસનના સહિયારા પ્રયાસથી આ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. કોર્પોરેટ વોલીબોલ લીગ દસ દિવસ સુધી ચાલનાર છે. એટલે કે આગામી મહિનાની ચાર જૂન સુધી ચાલનાર છે. મહત્વનું છે કે યોજાયેલી આ કોર્પોરેટ વોલીબોલ લીગના તમામ મેચ નાઈટના સમયમાં ગોઠવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ ટુર્નામેન્ટમાં કુલ ૧૬ ફ્રેન્ચાઈઝી છે. તેની સાથે-સાથે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના મળીને ૧૯૨ ખેલાડીઓએ આ લીગમાં ભાગ લીધો છે. માત્ર ખેલાડી જ નહીં પરંતુ ૧૬ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના કોચ પણ અમદાવાદના મહેમાન બન્યા છે. આજથી શરૂ થતી કોર્પોરેટ વોલીબોલ લીગમાં કુલ ૬૪ મેચ રમાવાના છે. આગામી દસ દિવસ ચાલનારી આ લીગ માટે ખેલાડીઓની રહેવા માટે ૭૭૫ જેટલા બેડ બુક કરવામાં આવ્યા છે.