વૉઈસ ઑફ મુકેશ કમલેશ અવસ્થીનું નિધન, અમદાવાદમાં લીધા અંતિમ શ્વાસ
- ‘તેરા સાથ હૈ તો’ અને ‘ઝિંદગી ઇમ્તિહાન લેતી હૈ’ના ગાયક કમલેશ અવસ્થીએ 79 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
અમદાવાદ, 29 માર્ચ: હિન્દી સિનેમાના પ્રખ્યાત ગાયક કમલેશ અવસ્થીનું નિધન થયું છે. ગાયકે 79 વર્ષની વયે તેમના અમદાવાદના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનના સમાચારથી સંગીત જગત શોકમાં ડૂબી ગયું છે. ગુજરાત સહિત આખા દેશમાં મુકેશના અવાજ એટલે કે વૉઈસ ઑફ મુકેશ તરીકે ઓળખીતા કમલેશ અવસ્થીનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે. અહેવાલો અનુસાર, તેઓ છેલ્લા એક મહિનાથી કોમામાં હતા અને 28 માર્ચે તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમનો જન્મ 1945માં ગુજરાતના સાવરકુંડલામાં થયો હતો.
કમલેશ અવસ્થીના પ્રખ્યાત ગીતો ક્યાં-ક્યાં છે?
ગાયક કમલેશ અવસ્થીએ ભાવનગર યુનિવર્સિટીમાંથી M.Sc કર્યું અને પછી Ph.D. કર્યું હતું. આ સાથે તેઓ ભાવનગર સપ્તકલામાં કલા ગુરુ ભરભાઈ પંડ્યા પાસે સંગીત શીખ્યા હતા. તેમનું પ્રથમ સંગીત આલ્બમ મુકેશ કુમારના નામે હતું. તેનું આલ્બમ ‘ટ્રિબ્યુટ ટુ મુકેશ’ હતું, જે પછી લોકો તેમને વૉઈસ ઑફ મુકેશ કહેવા લાગ્યા તેમણે હિન્દી ફિલ્મોના ઘણા સુપરહિટ ગીતો ગાયા છે. તેમના પ્રખ્યાત ગીતોમાં ‘ઝિંદગી ઈમ્તિહાન લેતી હૈ’, ‘તેરા સાથ હૈ તો’, ‘બડે અરમાન સે રખા’, ‘દિલ દિવાના તેરા’, ‘દુનિયા બનાને વાલે’, ‘ચીન નહીં જાપાન નહીં’ અને ‘દુનિયાવાલે સે દૂર’ સહિત ઘણા ગીતોનો સમાવેશ થાય છે.
કમલેશ અવસ્થીએ રાજ કપૂર સાથે પણ કામ કર્યું
કમલેશ અવસ્થીએ રાજ કપૂર સાથે પણ કામ કર્યું હતું. તેમણે રાજ કપૂરની છેલ્લી ફિલ્મ ‘ગોપીચંદ જાસૂસ’માં પોતાનો અવાજ આપ્યો હતો. આ ફિલ્મમાં તેમણે બેકગ્રાઉન્ડ સિંગર તરીકે ગાયું હતું. ફિલ્મોની સાથે તેઓ સ્ટેજ પર્ફોર્મન્સ માટે પણ પ્રખ્યાત હતા.
આ પણ જાણો: 1 એપ્રિલથી બદલાશે આ નિયમો, ક્રેડિટ-ડેબિટ કાર્ડ, પેન્શન, GST, વીમા, વાહનોના નિયમોમાં બદલાવ