બોયફ્રેન્ડ મોજમાં, ગર્લફેન્ડ સવાલોની ખોજમાં !
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ તેના બોયફ્રેન્ડની જગ્યાએ બેસીને પરીક્ષા આપી હોવાનુ જાણવા મળી રહ્યું છે. આ યુવતીનો બોયફ્રેન્ડ ઉત્તરાખંડ ફરવા ગયો હતો અને તેની જગ્યાએ તે ડમી વિદ્યાર્થી બનીને પરીક્ષા આપવા માટે આવી હતી.
VNSGUમાંથી ડમી વિદ્યાર્થી ઝડપાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતી ઉત્તરાખંડ ફરવા ગયેલા તેના બોયફ્રેન્ડ માટે ડમી વિદ્યાર્થી બનીને પરીક્ષા આપતા પકડાઈ છે. જો કે બોયફ્રેન્ડના ભવિષ્યની ચિંતા કરતા આ યુવતીએ પોતાના જ ભવિષ્યને ખતરામાં મૂકી દીધું છે. ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપતા ઝડપાયેલ આ યુવતી પર હવે યુનિવર્સિર્ટી કાર્યવાહી કરવા જઈ રહી છે.
બોયફ્રેન્ડ પરીક્ષાના દિવસે ઉત્તરાખંડ ગયો હતો
VNSGUમાં એક 24 વર્ષની યુવતી તેના બોયફ્રેન્ડની B.Com ત્રીજા વર્ષની પરીક્ષા આપવા માટે આવી હતી. ત્યારે આ યુવતી પરીક્ષા હોલમાં પરિક્ષા આપતા જ ઝડપાઈ ગઈ હતી. આ યુવતીને પૂછપરછ કરતા તેને જણાવ્યુ હતુ કે તેના બોયફ્રેન્ડની કોઈ તૈયારી નહોતી અને તેનો બોયફ્રેન્ડ પરીક્ષાના દિવસે ઉત્તરાખંડ ગયો હતો અને તેના કહેવાથી તે પરીક્ષા આપવા માટે આવી હતી. જેથી VNSGUની ફેર એસેસમેન્ટ એન્ડ એડવાઇઝરી ટીમ આ યુવતી સામે વિરુધ્ધ કડક પગલા લેવા જઈ રહી છે.
એડમિટ કાર્ડમાં કોમ્પ્યુટરથી કર્યા હતા ફેરફાર
ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપનાર આ મહિલાએ એડમિટ કાર્ડમાં કોમ્પ્યુટરથી અને ફેરફાર કર્યા હતા. જેમાં તેને તેના બોયફ્રેન્ડનો ફોટો પોતાની સાથે લગાવી દીધો હતો. અને કોઈને શંકા ન જાય તેના માટે તેમાં કેટલાક ફેરફાર કર્યા હતા.
અગાઉ પણ એક ડમી વિદ્યાર્થી ઝડપાઈ હતી
થોડા દિવસ પહેલા પણ બી.કોમ સેમ.ત્રણની પરીક્ષામાં ડમી વિધાર્થીની ઝડપાઈ હતી.જેમાં તચેના ભાઈને પાસ કરાવવા માટે તોની બેન પરીક્ષા આપવા માટે આવી હતી.
આ પણ વાંચો :તવાંગ અથડામણ બાદ ચીનના વિદેશમંત્રીએ ભારત સાથેના સંબંધ અંગે કરી મહત્વની જાહેરાત