ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

વ્લાદિમીર પુતિન પાંચમી વખત રશિયાના પ્રમુખ બન્યા, 87.17 ટકા મતો સાથે મેળવી જીત

Text To Speech
  • વિપક્ષી નેતા નેવલ્નીના મૃત્યુને પુતિને એક દુ:ખદ ઘટના ગણાવી

મોસ્કો, 18 માર્ચ: રશિયાના પ્રમુખની ચૂંટણીમાં પુતિને ફરી એકવાર મોટી જીત મેળવી છે. રશિયન ફેડરેશનના સેન્ટ્રલ ઇલેક્શન કમિશનના ડેટા અનુસાર, વ્લાદિમીર પુતિને ચૂંટણીમાં 87.17 ટકા મતો મેળવીને પ્રમુખ પદ પોતાના નામે કર્યું છે. રાષ્ટ્રપતિ પદ જીત્યા પછી, પાર્ટી કાર્યાલયમાં પોતાના સંબોધન દરમિયાન પુતિને કહ્યું કે, ફેબ્રુઆરીમાં આર્કટિક જેલમાં વિપક્ષી નેતાના આકસ્મિક મૃત્યુ પહેલા તેઓ એલેક્સી નેવલ્ની સાથે જોડાયેલા કેદીઓની અદલાબદલી માટે સંમત થયા હતા. નેવલ્નીના મૃત્યુને દુ:ખદ ઘટના ગણાવતા પુતિને કહ્યું કે, જેલોમાં અન્ય કેદીઓના મૃત્યુના કિસ્સા પણ છે.

 

નેવલ્નીનું મૃત્યુ દુ:ખદ ઘટના છે: પુતિન

રવિવારે ચૂંટણી મુખ્યાલયમાંથી તેમના સંબોધનમાં, પુતિને કહ્યું કે, જ્યાં સુધી નેવલ્નીનો સંબંધ છે – હા, તેમનું અવસાન થયું. આ એક દુઃખદ ઘટના છે. આવી ઘટના થતી રહે છે. તમે તેના વિશે કંઈ કરી શકતા નથી, તે જીવનનો એક ભાગ છે.

 

ચૂંટણીએ રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવી: પુતિન

રશિયન જેલ સેવાને ટાંકીને, પુટીને કહ્યું કે, 16 ફેબ્રુઆરીએ જેલમાં બંધ રશિયન વિપક્ષી નેતા એલેક્સી નેવલ્નીનું અવસાન થયું હતું. રશિયન જેલએ જાહેરાત કરી કે, નેવલ્ની ચાલ્યા પછી અસ્વસ્થતા અનુભવવા લાગ્યા અને ત્યારપછી તેમની તબિયત સતત બગડતી રહી હતી. પુતિને કહ્યું કે, ચૂંટણીએ રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવી છે અને રશિયા માટે આગળ ઘણું કામ છે કારણ કે તેણે પશ્ચિમ સાથે તેના સંઘર્ષનો માર્ગ ચાલુ રાખ્યો છે.

અમને કોઈ ડરાવી શકશે નહીં: પુતિન

પોતાના સંબોધનમાં પુતિને કહ્યું કે, કોઈ આપણને ડરાવવાનો ગમે તેટલો પ્રયાસ કરે, કોઈ આપણને દબાવવાનો ગમે તેટલો પ્રયાસ કરે, આપણી ઈચ્છા, આપણી ચેતના, આજ સુધી ઈતિહાસમાં આવું કોઈ કરી શક્યું નથી, ના હવે થશે અને ના તો ભવિષ્યમાં થશે.

આ પણ જુઓ: અજમેરમાં સાબરમતી એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર, 4 કોચ પાટા પરથી ઉતર્યા

Back to top button