ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

Vivo Y300 Flipkart અને Amazon પર થયો લૉન્ચ: હજારો રૂપિયાનું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

નવી દિલ્હી, ૨૬ નવેમ્બર, શું તમે ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો ? તો આ તમારા માટે શ્રેષ્ઠ તક હોય શકે છે કારણ કે, Vivo Y300 Sale Vivo એ થોડા દિવસો પહેલા ભારતીય માર્કેટમાં Vivo Y300 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જેની પ્રથમ સેલ આજથી એટલે કે 26મી નવેમ્બરથી ફ્લિપકાર્ટ અને એમેઝોન ઈન્ડિયા પર લાઈવ થઈ ગઈ છે. ગ્રાહકોને પ્રથમ સેલમાં સારી ઓફર સાથે ફોન ખરીદવાની તક છે. ફોન Vivo ઈ-સ્ટોર પર પણ વેચાણ માટે ઉપલબ્ધ છે. Vivo Y300 5G ની ખાસિયત તેમાં ઉપલબ્ધ Aura Light છે, જે યુઝર્સને ઓછા પ્રકાશમાં સારા ફોટા ક્લિક કરવાનો મોકો આપશે. આ પહેલો ફોન છે જેમાં Vivoએ આ ફીચર આપ્યું છે.

વીવોનો મિડ-બજેટ ફોન Vivo Y300 5G, જે ગયા અઠવાડિયે લૉન્ચ થયો હતો, તે આજથી ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થઈ ગયો છે. આ હેન્ડસેટ પર ઘણી સારી ડીલ્સ અને ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે. આ ફોનમાં Snapdragon 4 Gen 2, 8GB Ram, 5,000mAh છે. આ સાથે કંપનીએ બેંક ઓફર્સ પણ જાહેર કરી છે. Vivo Y300 5Gમાં સ્નેપડ્રેગન ચિપ, OLED ડિસ્પ્લે, ડ્યુઅલ-કેમેરા સેટઅપ, ઝડપી ચાર્જિંગ સાથે મોટી બેટરી, વોટર રેઝિસ્ટન્સ અને હાઇ-રિઝોલ્યુશન સેલ્ફી કેમેરા છે.

જાણો કિંમત વિશે?
Vivo Y300ની શરૂઆતની કિંમત 21,999 રૂપિયા છે. તેમાં 8GB + 128GB વેરિઅન્ટ ઉપલબ્ધ છે. આ સિવાય 8GB + 256GB વેરિઅન્ટ 23,999 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે. તેના પર 2 હજાર રૂપિયાની બેંક ઓફર ઉપલબ્ધ છે. આ માટે યુઝર્સે પસંદગીની બેંકોના કાર્ડનો ઉપયોગ કરવો પડશે. આ સિવાય Vivo TWS 3e, 1499 રૂપિયાની ડિસ્કાઉન્ટ કિંમતે ખરીદી શકાય છે, જે ફક્ત 30 નવેમ્બર સુધી જ ઉપલબ્ધ છે.

જાણો ફીચર્સ વિશે ?
Vivo Y300 માં 8GB RAM અને octa-core Qualcomm Snapdragon 4 Gen 2 પ્રોસેસર છે. તેમાં 128GB અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ છે. વપરાશકર્તાઓ મેમરી કાર્ડ દ્વારા તેમની જરૂરિયાત મુજબ સ્ટોરેજ પણ વધારી શકે છે. તેની મર્યાદા 1 ટીબી સુધી છે. તેમાં 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરતી 6.67-ઇંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે છે, જે 1800 nitsની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે અને તેનું રિઝોલ્યુશન 1080×2400 પિક્સેલ છે. વિવોના નવા ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ અને એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ છે, જે ફનટચ ઓએસ 14 પર આધારિત છે. કેમેરાના સંદર્ભમાં, તેમાં f/1.79 અપર્ચર સાથે 50MP મુખ્ય કેમેરા, f/2.4 અપર્ચર સાથે 2MP પોટ્રેટ કેમેરા અને ઓરા લાઇટ છે. સેલ્ફી માટે સ્માર્ટફોનમાં 32MP ફ્રન્ટ કેમેરા છે. સુરક્ષા માટે, Vivo Y300 માં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. તેમાં 80W ચાર્જિંગને સપોર્ટ કરતી મોટી 5,000 mAH બેટરી છે. તેમાં પાણી અને ધૂળ સામે રક્ષણ માટે IP64 રેટિંગ પણ છે.

આ પણ વાંચો….Realme GT 7 Pro લોન્ચ: પાણીમાં પણ ક્લિક કરશે ફોટો; Qualcommનું પાવરફુલ પ્રોસેસર ઉપલબ્ધ

Back to top button