Vivo X200 અને Vivo X200 Pro ગ્લોબલ માર્કેટમાં થયા લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
નવી દિલ્હી, ૨૦ નવેમ્બર, Vivoએ ગયા મહિને ચીનમાં તેના X200 સિરીઝના સ્માર્ટફોન લૉન્ચ કર્યા હતા. આ શ્રેણીમાં બે ફોન છે – Vivo X200, X200 Pro અને X200 Pro Mini. ચીનમાં લૉન્ચ થયા બાદથી જ યૂઝર્સ આ ફોનને ગ્લોબલ માર્કેટમાં લૉન્ચ કરવાની રાહ જોઈ રહ્યા હતા, જે હવે પૂરી થઈ ગઈ છે. કંપનીએ આ સીરીઝના X200 અને X200 Proને મલેશિયામાં લોન્ચ કર્યા છે. આ Vivoની ફ્લેગશિપ સિરીઝ છે. આ વખતે કંપનીએ ઘણા દમદાર ફીચર્સ અને પાવરફુલ બેટરીનો ઉપયોગ કર્યો છે. અહીં યુઝર્સને ફાસ્ટ ચાર્જિંગ જોવા મળશે.
Vivo એ વૈશ્વિક બજારમાં તેની નવીનતમ ફ્લેગશિપ શ્રેણી લોન્ચ કરી છે, જેનું નામ Vivo X200 છે. મલેશિયામાં લોન્ચ કરાયેલી શ્રેણીમાં Vivo X200 અને X200 Proનો સમાવેશ થાય છે. તેને ગયા મહિને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ શ્રેણી ઘણી સારી સુવિધાઓ અને વધુ સારી ઝૂમિંગ સુવિધા સાથે આવે છે. Vivo X200 શ્રેણી વૈશ્વિક બજારમાં પ્રવેશી ચૂકી છે. કંપનીએ ફોનની આ શ્રેણી મલેશિયામાં લોન્ચ કરી છે. ફોનની આ શ્રેણી ટૂંક સમયમાં ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે. આ ફોનમાં 200MP સુધીનો ટેલિફોટો કેમેરા છે.
જાણો કિંમત વિશે?
Vivo X200 Pro વિશે વાત કરીએ તો, મલેશિયામાં 16GB રેમ અને 512GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા આ ફોનના વેરિઅન્ટની કિંમત RM 4699 (લગભગ 88675 રૂપિયા) છે. કંપનીના ફોનની નવી શ્રેણી પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ થઈ ગઈ છે. કંપની નવા ફોન સાથે શાનદાર ગિફ્ટ પણ આપી રહી છે. X200 ખરીદનારા વપરાશકર્તાઓને Vivo TWS 3e મળશે અને X200 Pro ખરીદનારા વપરાશકર્તાઓને Vivo 50W વર્ટિકલ વાયરલેસ ફ્લેશ ચાર્જર 2 મફતમાં મળશે. Vivo X200 સિરીઝના ફોન પણ ટૂંક સમયમાં ભારતમાં પ્રવેશી શકે છે.
જાણો ફીચર્સ વિશે
Vivo X200 અને X200 Pro ના સ્પેસિફિકેશનણી વાત કરી તો આમાં મીડિયાટેકના ડાયમેન્શન 9400 પ્રોસેસરની શક્તિ છે. 16 જીબી રેમ આપવામાં આવી છે અને 512 જીબી સ્ટોરેજ ઉપલબ્ધ છે. તે લેટેસ્ટ એન્ડ્રોઇડ 15 પર ચાલે છે, જેના પર Funtouch OS 15નું લેયર છે. કેમેરા વિશે વાત કરીએ તો, Vivo X200 અને X200 Proમાં 50MPનો મુખ્ય કેમેરા છે, જે Sony LYT-818 સેન્સર છે. તેની સાથે 50MP અલ્ટ્રા-વાઇડ કેમેરા આપવામાં આવ્યો છે. બંનેમાં ટેલિફોટો કેમેરા અલગ-અલગ છે. Vivo X200 માં તે 50MP સોની IMX882 સેન્સર છે, જ્યારે બંને ફોનમાં ફ્રન્ટ કેમેરા 32 મેગાપિક્સલનો છે. તેમને IP69+IP68 રેટિંગ મળ્યું છે. 90W ચાર્જિંગ સપોર્ટ છે, જ્યારે Pro મોડલમાં 30W વાયરલેસ ચાર્જિંગ પણ છે. Vivoના આ લેટેસ્ટ હેન્ડસેટમાં વિવિધ ડિસ્પ્લે સાઇઝ છે. Vivo X200માં 6.67-ઇંચની OLED ડિસ્પ્લે છે, જ્યારે Vivo X200 Proમાં 6.78-ઇંચની OLED ડિસ્પ્લે છે. બંને ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120Hz છે.
આ પણ વાંચો…સેન્સેકસ અને નિફટી ઉછાળા સાથે ખુલ્યા બાદ નજીવા વધારા સાથે બંધ થયા