ટ્રેન્ડિંગમનોરંજન

વિવેક ઓબેરોયે કર્યા અભિષેકના વખાણ, જાણો સલમાન અને ઐશ્વર્યા વિશે શું કહ્યું?

Text To Speech
  • વિવેક ઓબેરોયે એક પોડકાસ્ટમાં તેની લાઈફ વિશે અનેક વાતો શેર કરી છે. તેણે અભિષેક બચ્ચનના વખાણ કર્યા છે. આ સાથે પોતાની લવ લાઈફ વિશે પણ જણાવ્યું છે

HD ન્યુઝ ડેસ્કઃ વિવેક ઓબેરોયે તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. દિલ તૂટવા અને કરિયર બરબાદ થવાની સાથે તે જીવનમાંથી ઘણા પાઠ શીખ્યો, જે તે લોકો સાથે શેર કરી રહ્યો છે. હવે એક રસપ્રદ પોડકાસ્ટમાં વિવેકે કહ્યું કે જે થયું તેનાથી તે ખુશ છે, નહીંતર તે પોતે પ્લાસ્ટિક બની ગયો હોત. આ પોડકાસ્ટમાં તેણે અભિષેક બચ્ચનના વખાણ કર્યા અને સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વિશે પણ વાત કરી છે.

વિવેક ઓબેરોયે કર્યા અભિષેકના વખાણ, જાણો સલમાન અને ઐશ્વર્યા વિશે શું કહ્યું? hum dekhenge news

ફક્ત પ્રિયંકાને કરે છે પ્રેમ

વિવેક ઓબેરોયે જીવન સાથે જોડાયેલા કેટલાક સારા અને ખરાબ અનુભવો એક યુટ્યુબ ચેનલ પર શેર કર્યા હતા. વિવેકને એક ટાસ્ક આપવામાં આવ્યું હતું, જેમાં તેણે કેટલાક નામ સાંભળ્યા બાદ રિએક્ટ કરવાનું હતું. તેની સામે સુરેશ ઓબેરોયનું નામ લેવામાં આવ્યું તો તેણે વિચાર્યા વગર જ કહી દીધું ઈંસ્પિરેશન. પત્ની પ્રિયંકાનું નામ આવતા જ તેણે કહ્યું ઓન્લી લવ. જ્યારે સલમાન ખાનનું નામ આવ્યું તો વિવેકે કહ્યું, ભગવાન તેનું ભલું કરે. વિવેકે ઐશ્વર્યાના નામ પર પણ આજ વાત કહી કે ઈશ્વર ભલું કરે. તેણે અભિષેક બચ્ચનના વખાણ કરતા કહ્યું કે, તે દિલનો ખૂબ સારો છે. સાચે ખૂબ સારો માણસ છે.

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

 

 

સેલિબ્રિટી હોવાની સજા ભોગવી

વિવેક પીડાદાયક બ્રેકઅપમાંથી પસાર થયો છે. તેના કિસ્સા અનેક વખત સાંભળવા મળ્યા છે. જોકે હવે તે ખુશ છે કેમકે તે આ બધાથી ઘણો દૂર નીકળી ગયો છે. વિવેકે કહ્યું, સેલિબ્રિટી હોવાનો ગેરલાભ એ છે કે તમારા બ્રેકઅપના સમાચાર દૂર દૂર સુધી ફેલાઈ જાય છે.

વિવેક ઓબેરોયે કર્યા અભિષેકના વખાણ, જાણો સલમાન અને ઐશ્વર્યા વિશે શું કહ્યું? hum dekhenge news

વિવેક ખુશ છે, શ્રેષ્ઠ જીવનસાથી મળ્યો

વિવેક ખુશ છે કે તે સમયે ભગવાને તેની પ્રાર્થના સાંભળી ન હતી. જોકે એ માટે હવે તે ખૂબ જ ખુશ છે કેમકે તેને એક ખૂબ જ સારી લાઈફ પાર્ટનર મળી ગઈ છે. તેણે કહ્યું, હું મારા અંગત અનુભવથી કહી રહ્યો છું. કેટલીકવાર આપણે એબ્યુઝિવ રિલેશનમાં હોઈએ છીએ. એવા સંબંધમાં જ્યાં લોકો તમારો ઉપયોગ કરે છે અને તમારું સન્માન કરતા નથી. તમે આવા સંબંધોમાં આવો છો કારણ કે તમે તમારી સેલ્ફ વર્થને ઓળખતા હોતા નથી.

આ પણ વાંચોઃ નાગા ચૈતન્યની દુલ્હન બની શોભિતા ધુલિપાલા, જુઓ લગ્નની તસવીરો

Back to top button