બોલિવૂડ ડેસ્કઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીની એક ઈવેન્ટ કેન્સલ કરી દીધી છે. યુનિવર્સિટી દ્વારા તેમને 31 મેના રોજ લેક્ચર આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લી ક્ષણે તે રદ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વિવેકે તેના ચાહકોને સમર્થન માટે અપીલ કરી છે અને યુનિવર્સિટી પર હિન્દુફોબિયા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
IMPORTANT:
Yet another Hindu voice is curbed at HINDUPHOBIC @OxfordUnion.They have cancelled me. In reality, they cancelled Hindu Genocide & Hindu students who are a minority at Oxford Univ. The president elect is a Paksitani.
Pl share & support me in this most difficult fight. pic.twitter.com/4mGqwjNmoB— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 31, 2022
ઈરાદાપૂર્વક ઘટના તારીખ બદલી?
એક રિપોર્ટ અનુસાર વિવેક અગ્નિહોત્રીને યુનિવર્સિટી તરફથી એક મેઈલ આવ્યો હતો. જેમાં તેને કહેવામાં આવ્યું હતું કે, ભૂલથી 2 બુકિંગ થઈ ગયા છે જેને તે હોસ્ટ કરી શકશે નહીં. આવી સ્થિતિમાં વિવેકનું બુકિંગ કેન્સલ કરવામાં આવ્યું હતું અને તેને 1 જુલાઈની તારીખ આપવામાં આવી હતી. હવે વિવેકનું કહેવું છે કે, તેને જાણી જોઈને એક તારીખ આપવામાં આવી છે, જ્યારે કોઈ વિદ્યાર્થી નહીં હોય. આવી સ્થિતિમાં કાર્યક્રમ યોજવાનો કોઈ અર્થ નથી.
Can someone tell me what does it say? pic.twitter.com/nCkFRNuz0L
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 31, 2022
ઓક્સફર્ડમાં હિંદુ વિદ્યાર્થીઓ લઘુમતી છે!
પોતાના ટ્વિટમાં વિવેક અગ્નિહોત્રીએ લખ્યું, ‘હિંદુફોબિક ઓક્સફર્ડ યુનિયને ફરી એકવાર હિન્દુ અવાજને દબાવી દીધો. તેઓએ મારો કાર્યક્રમ રદ કર્યો પરંતુ હકીકત એ છે કે તેઓએ વિદ્યાર્થીઓને હિંદુઓના નરસંહાર વિશે કહેવાથી રોક્યા કારણ કે ત્યાં હિંદુ વિદ્યાર્થીઓ લઘુમતી છે. આ સંઘના ચૂંટાયેલા પ્રમુખ પાકિસ્તાની છે.’