પ્રકાશ રાજે ‘ The Kashmir Files’ને બકવાસ ગણાવી, તો વિવેક અગ્નિહોત્રીએ કાઢી ભડાસ
જાણીતા સાઉથ એક્ટર પ્રકાશ રાજે બોલિવૂડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને બકવાસ ગણાવીને તેની મજાક ઉડાવી હતી. જેને લઈ, ‘ The Kashmir Files’ ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ હવે આકરી પ્રતિક્રિયા આપતા પ્રકાશ રાજ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.
વિવેક અગ્નિહોત્રીએ પ્રકાશ રાજને ટોણો માર્યો
કેરળમાં યોજાયેલા માતૃભૂમિ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ લેટર્સમાં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ The Kashmir Files’ને પ્રકાશ રાજે બકવાસ ગણાવી હતી. આ સાથે પ્રકાશે વિવેક અગ્નિહોત્રીના ઓસ્કાર શોર્ટલિસ્ટ અંકની પણ મજાક ઉડાવી હતી. વિવેક અગ્નિહોત્રીએ હવે આનો બદલો લીધો છે. વિવેક અગ્નિહોત્રીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કર્યું છે કે- ‘એક નાની ફિલ્મ ‘ The Kashmir Files’ શહેરી નક્સલવાદીઓની ઊંઘ હરામ કરી દીધી છે. આલમ એ છે કે એક વર્ષ પછી પણ તેમની પેઢી પરેશાન છે.
A small, people’s film #TheKashmirFiles has given sleepless nights to #UrbanNaxals so much that one of their Pidi is troubled even after one year, calling its viewer’s barking dogs. And Mr. Andhkaar Raj, how can I get Bhaskar, she/he is all yours. Forever. pic.twitter.com/BbUMadCN8F
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) February 9, 2023
આ રીતે વિવેક અગ્નિહોત્રીએ પ્રકાશ રાજ સામે વળતો પ્રહાર કરતા કડક શબ્દોમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ ટ્વીટમાં વિવેક અગ્નિહોત્રીનો વિડિયો પણ ઉમેરવામાં આવ્યો છે જેમાં પ્રકાશ રાજનું તે વિવાદાસ્પદ નિવેદન છે.
પ્રકાશ રાજના નિવેદનથી વિવાદ
પ્રકાશ રાજના વિવાદાસ્પદ નિવેદન બાદ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો વિવાદ ફરી ગરમાયો છે. પોતાના નિવેદનમાં પ્રકાશ રાજે કહ્યું કે- ‘હું ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને સૌથી બકવાસ ફિલ્મ માનું છું. અમે સારી રીતે જાણીએ છીએ કે આ ફિલ્મ કોણે બનાવી છે. બેશરમ, ઇન્ટરનેશનલ જ્યુરી તેના પર થૂંકે છે. પણ ફિલ્મનો બેશરમ ડાયરેક્ટર કહી રહ્યો છે કે મને ઓસ્કર નથી મળ્યો, તેને ઓસ્કર શું ભાસ્કર પણ નહીં મળે.’