કેજરીવાલ પર નિશાન સાંધતા 13 વર્ષના બાળકનો વીડિયો થયો વાઈરલ


ગુજરાતમાં ચૂંટણીના રાજકીય માહોલ વચ્ચે 13 વર્ષના વિવાન વીડિયો વાઈરલ થયો છે. જેમાં વિવાન દિલ્લીના સીએમ અને આપના નેતા અરવિંદ કેજરીવાલ પર નિશાન સાંધીને સવાલો પુછતો જોવા મળી રહ્યો છે. વિવાનના કેજરીવાલને સવાલનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. અનેક પાર્ટીઓ એક પછી એક ઉમેદવારોના નામ જાહેર કરી છે. તેમજ હવે ચૂંટણીને લઈને પ્રચાર- પ્રસારની કામગીરીએ ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે 13 વર્ષના એક બાળકનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વિવાન અનડકટ નામનો આ બાળક કેજરીવાલને પાંચ સવાલોના પુછી રહ્યો છે. તેમજ તેના જવાબ પણ માંગી રહ્યો છે.
કેજરીવાલને સવાલ પૂછતા 13 વર્ષના વિવાનનો વીડિયો થયો વાઈરલ
ગુજરાતની જનતાને ચૂંટણી સમયે ગેરંટીઓ આપતા સાંધ્યુ નિશાન@unadkat_vrajesh#ArvindKejriwal #ViralVideos #AAP #AAPGujarat #assemblybyelections2022 #elections2022 #Gujarat #Guajratinews #humdekhengenews pic.twitter.com/N55hYx5FTL— Hum Dekhenge News (@humdekhengenews) November 11, 2022
આ પણ વાંચો:કોણ છે આપ નેતા જેના મોર્ફ વીડિયો થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં વાઈરલ?
શું છે 13 વર્ષના વિવાનના સવાલ?
ગુજરાત વિધાનસભાી ચૂંટણીના પ્રચાર માટે આવતા અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને એક બાદ એક કેટલીક ગેરંટીઓ આપી રહ્યા છે. જેને લઈને 13 વર્ષના વિવાને કેજરીવાલે સવાલ કર્યો છે કે, રામમંદિરના નિર્માણમાં તમારો કેટલો ફાળો છે? તમે રામ મંદિર દર્શન માટે કેટલી વાર ગયા છો? શું તમે રામ મંદિરના શિલાન્યાસ બાદ પીએમ મોદીનું અભિવાદન કર્યું છે? રામ મંદિર માટે 57 કાર સેવકોની નિર્મમ હત્યા થઈ તે અંગે તમારો શું મત છે? જેવા અનેક પ્રશ્નો કરી કેજરીવાલ પર નિશાન સાંધ્યુ છે.
આ અગાઉ પણ વિવાનના અનેક વીડિયો વાઈરલ થઈ ચૂક્યા છે. ત્યારે આજે વાઈરલ થયેલા વીડિયોમાં 13 વર્ષના બાળકની રાજકીય સમજનો અંદાજ લગાવી શકાય છે.