ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

Vitamin P: ડાયાબિટીસનો શિકાર થવાથી બચાવશે આ વિટામીન

  • શરીરને બીમારીઓથી બચાવવા માટે ભરપૂર માત્રામાં પોષણની જરૂર હોય છે
  • વિટામીન જેમકે એ, બી, સી, ડી, ઇ અને કે અંગે સાંભળ્યુ હશે
  • તમે વિટામીન પી ( Vitamin P )અંગે ઓછુ જાણતા હશો

બદલાતી ખાણીપીણી સાથે માનવ શરીરમાં જાતજાતની બીમારીઓ ઘર કરી રહી છે. આજના સમયમાં કદાચ જ કોઇ વ્યક્તિ એવી હશે, જેને કોઇ પણ પ્રકારની બીમારી નહીં થઇ હોય આજના સમયમાં વધી રહેલી બીમારીઓને જોતા એ કહેવુ ખોટુ નહીં હોય કે ક્યારે કોઇને કઇ બીમારી થઇ જાય છે. શરીરને બીમારીઓથી બચાવવા માટે વ્યક્તિને ભરપૂર માત્રામાં પોષણની જરૂર હોય છે. જે રીતે લોકો જાત જાતના ફળો અને શાકભાજીનું સેવન કરે છે, તે રીતે આપણે બધાએ બાળપણથી જાત જાતના વિટામીન જેમકે એ, બી, સી, ડી, ઇ અને કે અંગે વાંચ્યુ હશે. તમે વિટામીન પી ( Vitamin P )અંગે વાંચ્યુ અને સાંભળ્યુ નહીં હોય. જાણો વિટામીન પી ( Vitamin P ) વિશે.

Vitamin P: ડાયાબિટીસનો શિકાર થવાથી બચાવશે આ વિટામીન hum dekhenge news

Vitamin P

વિટામીનની દુનિયામાં એવા ઘણા નામ છે જેના વિશે આપણે કદાચ જ સાંભળ્યુ હશે. ઉલ્લેખનીય છે કે વિટામીન પી ફાઇટો ન્યુટ્રિઅન્ટ્સ હોય છે. તે વિટામીન એન્ટિઓક્સિડન્ટ ગુણોનું ઘર માનવામાં આવે છે. તમામ વિટામીનની જેમ આ વિટામી પણ તમારા શરીર માટે ખૂબ જરૂરી છે. આ વિટામીન વાસ્તવિક વિટામીન નહીં, પરંતુ એન્ટી ઓક્સિડન્ટ ગુણોની સાથે ફાઇટોન્યુટ્રિઅન્ટ્સનો એક વર્ગ છે.

Vitamin Pથી ભરપૂર ખાદ્ય પદાર્થો

સાઇટ્રસ ફળ

સંતરા, લીંબુ, અંગુર અને અન્ય ખાટા ફળો ફ્લેવોનોઇડ્સથી ભરપૂર હોય છે.

ડાર્ક ચોકલેટ

ઉચ્ચ ગુણવત્તાવાળી ડાર્ક ચોકલેટ, 70 ટકાથી વધુ કોકો સામગ્રીની સાથે, કેટેચિન અને પ્રોસીનિડિન જેવા ફ્લેવોનોઇડ હોય છે.

Vitamin P: ડાયાબિટીસનો શિકાર થવાથી બચાવશે આ વિટામીન hum dekhenge news

અન્ય ફળો

બ્લુબેરી, સ્ટ્રોબેરી, રાસબેરી, બ્લેકબેરી , જાંબુ જેવા ફળો એંથોસાઇનિન જેવા ફ્લેવોનોઇડ્સના ઉત્કૃષ્ટ સ્ત્રોત હોય છે. સફરજનમાં પણ તે હોય છે.

ગ્રીન ટી

ગ્રીન ટી કેટેચિનથી સમૃદ્ધ છે. તે એક પ્રકારનું ફ્લેવોનોઇડ છે. જે હેલ્થ બેનિફિટ્સ આપે છે. તેમાં પણ પ્રચુર માત્રામાં ફ્લેવોનોઇડસ મળી આવે છે.

શરીરને બીમારીથી બચાવે છે

આ વિટામીન ડાયાબિટીસ, હાર્ટની બીમારીઓ, કેન્સર, એલર્જી અને અસ્થમા જેવી ગંભીર બિમારીઓથી બચાવે છે. તેમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. તે શરીરના સોજાને ઘટાડે છે. બીમારીઓથી બચાવવાનું કામ કરે છે. રોજ 300 મિલિગ્રામ ફ્લેવોનોઇડનું પ્રતિદિન સેવન ડાયાબિટીસના ખતરાને ઘટાડે છે.

આ પણ વાંચોઃ જીવનના ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા હો તો અપનાવો આ ટિપ્સ

Back to top button