વિટામીન ડીની કમીથી હાડકાં પડે છે નબળાઃ આ લક્ષણોને ન અવગણો
- વિટામીન ડી હાડકાને મજબૂત બનાવવાની સાથએ તમારી ઈમ્યુન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. જોકે તેની કમીના કારણે અનેક સમસ્યાઓ પણ થઈ શકે છે
શરીરમાં જો કોઈ પણ વસ્તુની કમી હોય તો તકલીફ થઈ શકે છે. ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં વિટામીન ડીની કમી હોય તો થાક અને નબળાઈ લાગે છે. કેટલાક લોકો આ કારણે જલ્દી બીમાર થઈ શકે છે. વિટામીન ડી હાડકાને મજબૂત બનાવવાની સાથે તમારી ઈમ્યુન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. જોકે તેની કમીના કારણે અનેક સમસ્યાઓ પણ થઈ શકે છે. જાણો વિટામીન ડીની કમીથી શરીરમાં કયા લક્ષણો દેખાય છે.
હાડકામાં દુખાવો
વિટામીન ડીની કમીના કારણે હાડકામાં દુખાવો થાય છે. વિટામીન ડીની કમીના કારણે હાડકામાંથી કેલ્શિયમ ઓછું થઈ જાય છે. જેના કારણે દુખાવો શરુ થઈ જાય છે. વિટામીન ડીની કમીથી હાડકામાં નબળાઈ અનુભવાય છે.
વાળ ખરવા
વિટામીન ડીની કમીના કારણે લોકોમાં એલોપસિયા અરેટા બીમારીનો ખતરો વધી જાય છે. આ કારણે માથાના વાળ પર અસર થાય છે.
મુડ સ્વિંગ્સ
વિટામીન ડીની કમી કેટલાક લોકોમાં મુડ સ્વિંગ્સ અને ડિપ્રેશનનું કારણ બને છે. તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે. વિટામીન ડીની કમીથી સીરોટોનિન હોર્મોન પર અસર થાય છે. તેની કમીથી મુડ સ્વિંગ અને ડિપ્રેશનની સંભાવના વધે છે.
સ્કિનની સમસ્યા
વિટામીન ડીની કમીથી સ્કિન સાથે જોડાયેલી સમસ્યા થાય છે. તેની કમી એક્ઝિમા અને સોરાયસિસનું કારણ બની શકે છે. આ કારણે ત્વચામાં ખંજવાળ, બળતરા, લાલ કે ગુલાબી રેશીઝ થાય છે. આ ઉપરાંત વિટામીન ડીની કમીથી સ્કિન ડ્રાય પણ થઈ શકે છે.
વિટામીન ડીની કમી દુર કરતા ફુડ
વિટામીન ડીની કમીને દુર કરવા તમે આહારમાં દલિયા, દહીં, દુધ, અન્ય ડેરી પ્રોડક્ટ્સ, સંતરા જેવી વસ્તુઓ સામેલ કરી શકો છો. મશરૂમ સૂર્યના પ્રકાશમાં જ ઉછરે છે અને તેથી તેમાં વિટામિન ડી ભરપૂર હોય છે. ઉપરાંત મશરૂમમાંથી તમને વિટામિન બી 1, બી 2, બી 5 પણ મળી રહેશે. દલિયા પણ વિટામિન ડીની પ્રચૂર માત્રા ધરાવે છે
આ પણ વાંચોઃ એનિમલ ફિલ્મે USAમાં તોડ્યો બાહુબલી-2નો રેકોર્ડઃ જાણો OTT રીલીઝ વિશે