લાઈફસ્ટાઈલહેલ્થ

વીટામિન બી-12 શું છે શરીરમાં મહત્વ અને ક્યાંથી પૂરી થશે ઉણપ

Text To Speech

વિટામિન B12 ના ફાયદા: વિટામિન B12 એક એવું પોષક તત્વ છે. જેના વિશે ભાગ્યે જ વાત કરવામાં આવતી હોય છે.પરંતુ તે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેને આપણા રોજિંદા આહારમાં સામેલ કરવું જરૂરી છે. તો જ આપણે સ્વસ્થ જીવનનું સ્વપ્ન જોઈ શકીયે છીએ. આ વિટામિન આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે. ગ્રેટર નોઇડામાં કાર્યરત પ્રસિદ્ધ આહાર નિષ્ણાત ડૉ. આયુષી યાદવે જણાવ્યું હતું કે,  B12 ની હાજરી શરીરમાં લાલ રક્ત કોશિકાઓનું નિર્માણ અને DNA ના સંશ્લેષણ તરફ દોરી જાય છે.

વિટામિન B12 મેળવવા માટેના સ્ત્રોતો

વિટામિન B12 ના ખાદ્ય સ્ત્રોતો તમે ખોરાકમાંથી પણ વિટામિન B12 મેળવી શકાય છે. જેમાં તે કુદરતી રીતે સારા પ્રમાણમાં મળી આવે છે. અથવા તેના દ્વારા બનેલી વસ્તુઓમાંથી પણ વિટામિન B12 મેળવી શકાય છે. પશુ સ્ત્રોતોમાં ડેરી ઉત્પાદનો, ઈંડા, માછલી, માંસનો પણ સમાવેશ થાય છે. વિટામિન B12 ની ઉણપ દૂનિયાનાં અનેક દેશોના લોકોમાં ઉણપ હોવાનું જોવા મળે છે. ખાસ કરીને જો ભારતની વાત કરવામાં આવે તો, ભારત કે જે મેજોરિટીમાં વેજીટેરીયન દેશ તરીકે ગણવામાં આવે છે અને માટે ભારતમાં વિટામિન B12 ની ઉણપ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ભારતમાં એક વર્ગ કે એક ઉમર પછી મોટા ભાગનાં લોકો વિટામિન B12 ની ઉણપના શિકાર બને છે. આવુ ન થાય તે માટે કાળજી લેવી અત્યંત જરૂરી બની જાય છે અને માટે જ આપણે ડૉક્ટરનો સંપર્ક કરી આ મામલે જરૂરી પગલાં લેવા  જોઇએ અને વિટામિન B12 સ્તર તપાસવા માટે રક્ત પરીક્ષણ પણ કરાવવું જોઈએ.

વિટામિન B12 આ ખોરાકમાંથી મળે છે.

જો આપણા શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોય તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. તેનાથી બચવા માટે તમે રોજિંદા આહારમાં અમુક ખોરાકનો સમાવેશ કરી શકો છો. આ માટે માંસ, માછલી, ચિકન, ઈંડા અને દૂધ જેવા ઉત્પાદનોનું સેવન કરી શકાય છે. જે લોકો શાકાહારી છે. તેમને આ વિટામિનની ઉણપનું જોખમ હંમેશા રહેતું હોય છે.

તેનું શોષણ નાના આંતરડામાં થાય છે

વિટામિન B12 નું શોષણ આંતરડામાં થાય છે, ખાસ કરીને નાના આંતરડાના અંતમાં જેને ઇલિયમ કહેવાય છે. આંતરડામાં B12 યોગ્ય રીતે શોષાય છે કે નહીં તેની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે.

વિટામિન B12 શરીર માટે કેટલું જરૂરી છે ?

વિટામીન B12 ઉંમર, ખાવાની ટેવ અને તબીબી પરિસ્થિતિઓ અને કેવા પ્રકારની  દવાઓ લો છો તેના પર આધાર રાખે છે. એક અહેવાલ મુજબ વિટામીન B12ની માત્રા  માઇક્રોગ્રામ (mcg) માં માપવામાં આવે છે અને તે વય પ્રમાણે બદલાય છે.

  • 6 મહિના સુધીના શિશુઓ: 0.4 એમસીજી
  • 7-12 મહિનાના બાળકો: 0.5 એમસીજી
  • 1-3 વર્ષની વયના બાળકો: 0.9 એમસીજી 4-8 વર્ષનાં બાળકો: 1.2 એમસીજી
  • 9-13 વર્ષની વયના બાળકો: 1.8 એમસીજી
  • 14-18 વર્ષની વયના કિશોરો: 2.4 mcg (જો ગર્ભવતી હોય તો દરરોજ 2.6 mcg અને સ્તનપાન કરાવતી હોય તો 2.8 mcg પ્રતિ દિવસ)
  • પુખ્ત વયના લોકો: 2.4 એમસીજી (જો ગર્ભવતી હોય તો દરરોજ 2.6 એમસીજી અને જો સ્તનપાન કરાવતા હોય તો દરરોજ 2.8 એમસીજી)

વિટામિન B12 ના ફાયદા

1. લોહીની કમી થશે નહીં.

જો તમે પૂરતા પ્રમાણમાં વિટામિન B12 ધરાવતા ખોરાકનું સેવન કરો છો, તો તમારા શરીરમાં લોહીની કમી થશે નહી. જે લોકોમાં આ પોષક તત્વોનો અભાવ હોય છે. તેઓ એનીમિયાનો શિકાર બને છે. કારણ કે શરીરમાં જ્યારે લાલ રક્તકણ ઓછા થાય છે. ત્યારે લોહીની ઊણપ સર્જાય છે. આ સમસ્યાને એનીમિયાની સમસ્યા કહેવામાં આવે છે

2. ગર્ભવતી સ્ત્રીઓ માટે આવશ્યક

જે મહિલાઓ ગર્ભવતી છે. તેમણે નિયમિતપણે વિટામિન B12 થી ભરપૂર ખોરાક લેવો જોઈએ. કારણ કે, તે બાળકના મગજના વિકાસ માટે જરૂરી છે. જો ગર્ભાવસ્થા દરમિયાન આ મહત્વપૂર્ણ પોષક તત્વોની ઉણપ થઈ જાય. તો બાળકના જન્મ દરમ્યાન મગજ અને કરોડરજ્જુની સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

ગર્ભવતી કે નવી મમ્મીશું તમે શાકાહારી અથવા શાકાહારી આહાર પર સગર્ભા સ્ત્રી છોઅને તમારા બાળકને માત્ર સ્તનપાન કરાવવાની યોજના બનાવો છો?

Back to top button