ટ્રેન્ડિંગનેશનલમીડિયા

Flight Bomb Threat: આ વખતે નિશાના પર Vistara, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

મુંબઈ – 17 ઓકટોબર :   છેલ્લા કેટલાક દિવસોથી વિમાનોને બોમ્બથી ઉડાડવાની ધમકીઓ મળી રહી છે. ગુરુવારે, જર્મનીના ફ્રેન્કફર્ટથી મુંબઈ આવી રહેલી Vistara ફ્લાઈટ (બોઈંગ 787 એરક્રાફ્ટ)ને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ ફ્લાઈટનું મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ પછી, ફ્લાઈટને તાત્કાલિક એક અલગ વિસ્તારમાં લઈ જવામાં આવી હતી અને સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં કંઈ મળ્યું ન હતું.

ફ્લાઇટને સુરક્ષા ચેતવણી મળી: Vistara
મળતી માહિતી મુજબ સવારે 7.45 વાગ્યે ફ્લાઈટ સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લેનમાં 134 મુસાફરો અને 13 ક્રૂ મેમ્બર સવાર હતા. Vistaraએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફ્રેન્કફર્ટ-મુંબઈ ફ્લાઈટને સુરક્ષા ચેતવણી મળી હતી પરંતુ તે સુરક્ષિત રીતે ઉતરી ગઈ હતી.

અકાસા એરલાઈન્સની ફ્લાઈટને ધમકી આપવામાં આવી હતી
આ પહેલા બુધવારે દિલ્હીથી બેંગલુરુ જતી અકાસા એરની ફ્લાઈટ QP 1335ને ધમકી મળી હતી. ધમકી મળ્યા બાદ ફ્લાઈટને દિલ્હી પરત લાવવામાં આવી હતી. ફ્લાઈટ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. ફ્લાઇટમાં 174 મુસાફરો સવાર હતા. ફ્લાઈટમાં ત્રણ બાળકો અને સાત ક્રૂ મેમ્બર સવાર હતા.

સોમવારે ત્રણ ફ્લાઈટને ધમકી આપવામાં આવી હતી
સોમવારે મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સના બે આંતરરાષ્ટ્રીય વિમાનોને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટનું દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

અમેરિકા પણ ધમકીઓથી ચિંતિત

ઉલ્લેખનીય છે કે વિમાનો સામે મળી રહેલી ધમકીઓએ યાત્રીઓની પરેશાનીઓ વધારી દીધી છે. અફવાના કારણે પ્લેન ડાયવર્ઝન થવાના કારણે લોકોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકીએ અમેરિકાને પણ ચિંતામાં મૂકી દીધું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે વોશિંગ્ટનમાં જણાવ્યું હતું કે કોમર્શિયલ ફ્લાઈટ્સ પર જે ધમકીઓ આપવામાં આવી રહી છે તે અત્યંત ગંભીર અને અયોગ્ય છે.

આ ફ્લાઈટ્સને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી

એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ જયપુરથી બેંગલુરુ થઈને અયોધ્યા (IX765)
સ્પાઈસ જેટની ફ્લાઈટ દરભંગાથી મુંબઈ.(SG116)
બાગડોગરાથી બેંગલુરુ માટે આકાસા એરની ફ્લાઇટ(QP 1373)
ઇન્ડિગો ફ્લાઇટ દમ્મામ (સાઉદી અરેબિયા) થી લખનૌ (6E 98)
એલાયન્સ એર અમૃતસર-દહેરાદૂન-દિલ્હી ફ્લાઇટ (9I 650)
મદુરાઈ થી સિંગાપોર એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ (IX 684)

આ પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, આ IRS અધિકારી લડી શકે છે ચૂંટણી

Back to top button