ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ગાંધીનગરઃ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ બંધ કરવાની રજૂઆત સાથે વિદ્યાર્થીઓની ગૌણ સેવા સચિવ સાથે કરી મુલાકાત

ગાંધીનગર  31 જુલાઈ 2024 : ફોરેસ્ટ ભરતી બાબત તથા વર્તમાન પરીક્ષા પધ્ધતિ CBRT નાં કારણે વિદ્યાર્થીઓને થયેલા અન્યાય બાબતે ગૌણસેવા સચિવની રૂબરૂ મુલાકાત લેવા માટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા અને સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ બંધ કરવાની રજૂઆત કરી હતી. ત્યારે તેઓને પડતી સમસ્યા તેમજ માંગણી વિશે વિગતવાર ચર્ચા કરીએ

આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર પ્રયોગ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ એચડી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા CCE, ફોરેસ્ટ, સર્વેયર, એકાઉન્ટ એન્ડ સબ ઓડિટર અને મહાનગરપાલિકાની અલગ અલગ સવર્ગ અને કેડરની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી,પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં અનેક છબરડા સામે આવ્યા છે. સૌથી મોટું નકારાત્મક પાસુ એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે. TCS કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાકટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી હોતો તેમ જ ગૌણસેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે, જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે. ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે, જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી અને અર્થનો અનર્થ થઈ જાય છે.

નોરમોલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકશાનકારક છે

જાડેજા ઉમેર્યું હતું કે બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી, કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે. પછી નોરમોલાઈઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોક્કસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જાળવતા નથી. આ નોરમોલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકશાનકારક અને અન્યાય કરતા છે. તે પણ આ CBRT પદ્ધતિને કારણે દૂર થવી જોઈએ.

સિંગલ પેપર પરીક્ષા જ બધા માટે સમાન સમાન અવસર

વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓને લઈને વાત કરતા જણાવ્યું હતું કે CBRT પરીક્ષા દરમિયાન અગણિતવાર ટેકનિકલ ખામી આવેલ છે જેથી ઉમેદવારને સમયનું નુકશાન થાય જ છે પરંતુ તેની સાથે ઉમેદવારને ટેકનિકલ ખામીને કારણે મોરલ પણ ડાઉન થઈ જતું હોઈ છે અને નિરાશ થઈ જતા હોઈ છે જેથી નિયત કરેલ સમયમાં દરેક પ્રશ્નને ન્યાય નથી આપી શકતા. તેથી દરેક ઉમેદવારનું માનવું છે કે સિંગલ પેપર પરીક્ષા જ બધા માટે સમાન તક અને સમાન અવસરની હોઈ શકે છે. હા અમે એ પણ માનીએ છીએ કે સિંગલ પેપર પદ્ધતિમાં ઘણા છીંડા હોઈ શકે છે પરંતુ ભૂતકાળમાં થયેલ છબરડામાંથી બોધપાઠ લઈને આ છોડા બુરી ફૂલ પ્રૂફ સિસ્ટમ વિકસાવી શકાય છે.

CBRT પદ્ધતિનો પ્રયોગ નિષ્ફળ સાબિત થયો

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થઈને માંગણી કરી હતી કે જો GPSC, પોલીસ ભરતી બોર્ડ જેવી સંસ્થા ઓફલાઇન મોડથી પરીક્ષા લેવાનો આગ્રહ રાખતી હોઈ તો ગૌણસેવા શા માટે ઓફલાઇન મોડથી પરીક્ષા ન લઈ શકે ? અમે આ આવેદનના માધ્યમથી દરેક વિદ્યાર્થી વતિ વિનંતી કરીએ છીએ કે આ CBRT પદ્ધતિ દૂર કરવામાં આવે કેમ કે આ પ્રયોગ ખૂબ નિષ્ફળ સાબિત થયો છે, અને આ પદ્ધતિનો ભોગ સૌથી વધારે “મહેનતુ વિદ્યાર્થી” બન્યા છે, માટે દરેક ઉમેદવારને સમાન અવસર મળે તે માટે GPSC અને પોલીસ ભરતી બોર્ડની જેમ ઓફોલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવામાં આવે.

આ પણ વાંચો : પત્નીએ બચકું ભરતાં ઈજાગ્રસ્ત પતિ દવાખાને ગયો, ડોક્ટરે કેસ પેપરમાં લખ્યું બૈરુ કરડ્યું

Back to top button