મે મહિનાની ગરમીમાં ફરવા જાવ આ સુંદર, સ્વચ્છ અને શાંત જગ્યા પર
- મેઘાલય પોતાની સુંદરતા માટે ફેમસ છે. એપ્રિલ અને મે મહિનાની ગરમીમાં તમે અહીં ફરવા જઈ શકો છો. શહેરોમાં રહેનારા લોકો હંમેશા સમય કાઢીને એવી જગ્યાઓ પર જવાનું પસંદ કરે છે, જ્યાં પ્રાકૃતિક હવા અને ગ્રીનરી હોય.
દેશના મોટાભાગના દેશોમાં ગરમી તેજ થઈ ચુકી છે. ઘણા લોકો ઠંડી અને પ્રાકૃતિક જગ્યાઓ પર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે. આવા સંજોગોમાં દેશના પૂર્વ વિસ્તારમાં એક એવું રાજ્ય છે, જ્યાંની સુંદરતા તેને જોતા જ મનને ખુશ કરી દે છે. શહેરોમાં રહેનારા લોકો હંમેશા સમય કાઢીને એવી જગ્યાઓ પર જવાનું પસંદ કરે છે, જ્યાં પ્રાકૃતિક હવા અને ગ્રીનરી હોય. આપણે વાત કરી રહ્યા છીએ મેઘાલયની. મેઘાલય પોતાની સુંદરતા માટે ફેમસ છે. એપ્રિલ અને મે મહિનાની ગરમીમાં તમે અહીં ફરવા જઈ શકો છો.
મેઘાલયમાં ફરવા માટે ઘણી જગ્યાઓ છે, પરંતુ અહીં એક એવી નદી પણ છે, જેનું પાણી ક્રિસ્ટલ ક્લિયર છે. આ નદીનું નામ ઉમંગોટ નદી છે. જેને ડૉકી પણ કહેવાય છે. આ નદી ખૂબ જ સુંદર, શાંત અને એકદમ સ્વચ્છ છે. ડૉકી મેઘાલયમાં ભારત-બાંગ્લાદેશ સીમા પર એક નાનું શહેર છે. તે પૂર્વી ખાસી હિલ્સ જિલ્લાના એક ગામ માવલિનોંગની નજીક છે અને તેને 2003માં એશિયાના સૌથી સ્વચ્છ ગામનો ખિતાબ અપાયો છે.
ક્યાંથી નીકળે છે આ નદી?
આ નદી ડૉકીથી થઈને બાંગ્લાદેશમાં વહે છે. તે જૈન્તિયા અને ખાસી પહાડોને બે ભાગમાં વહેંચે છે. માવલિનયોંગ એ ગામ છે, જ્યાંથી નદી પસાર થાય છે. તે મેઘાલયની રાજધાની શિલોંગથી 78 કિલોમીટર દૂર છે. ઉમંગોયને ભારતની સૌથી સ્વચ્છ નદીઓમાંથી એક અને માછીમારો માટે મહત્ત્વનું સ્થાન માનવામાં આવે છે. અહીં એક ઝુલાવાળો પુલ છે જેને ડૉકી બ્રિજ કહેવાય છે. તે નદી પર બનેલો છે.
કેવી રીતે પહોંચશો?
ડૉકીનું સૌથી નજીકનું એરપોર્ટ શિલોંગનું ઉમરોઈ એરપોર્ટ છે જે 100 કિમીથી થોડે દૂર છે. જો કે, મુસાફરોને આસામના ગુવાહાટીમાં લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાન ભરવાનું વધુ અનુકૂળ લાગે છે અને પછી શિલોંગના રસ્તે ડૉકી સુધી બાય રોડ મુસાફરી કરે છે. ગુવાહાટીનું એરપોર્ટ લગભગ 200 કિમી દૂર આવેલું છે અને દેશના ઘણા શહેરો સાથે સારી કનેક્ટિવિટી ધરાવે છે. બંને એરપોર્ટથી ડૉકી સુધી બસ અને ટેક્સી સરળતાથી ઉપલબ્ધ છે. જો બજેટની સમસ્યા ન હોય, તો યાત્રીઓ ગુવાહાટીથી શિલોંગ સુધીની હેલિકોપ્ટર સવારી અને પછી ડોકયાર્ડની રોડ ટ્રીપ પણ બુક કરી શકે છે. ડૉકીથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન ગુવાહાટી છે જે લગભગ 170 કિમી દૂર આવેલું છે. પ્રવાસીઓ સ્ટેશનથી બસ અથવા ખાનગી ટેક્સી કરી શકે છે અને બાય રોડ ડૉકી સુધી પહોંચી શકે છે. આ રસ્તો શિલોંગમાંથી પસાર થાય છે. આખી મુસાફરીમાં લગભગ 5 કલાકનો સમય લાગે છે.
Beautiful Meghalaya 😍 crystal lake at Dawki #Meghalaya #lake #travel #traveldiaries pic.twitter.com/rGGYcMlH0z
— Kamakshi Kamath (Shenoy) (@Paperkrafts_Goa) November 22, 2018
કયો સમય છે બેસ્ટ?
ડૉકીની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી મે સુધીનો છે. આ સમયગાળામાં તમે શિયાળા અને ઉનાળાની ઋતુઓના અપાર કુદરતી સૌંદર્યને નિહાળી શકો છે. વરસાદની સીઝનમાં જવાનું ટાળો.
આ સ્થળોની પણ મુલાકાત લો
- જાફલોંગ ઝીરો પોઈન્ટ પર જાવ, જે ડૉકી બજારથી 1 કિમી દૂર છે. આ સરહદ ભારતને બાંગ્લાદેશથી અલગ કરે છે.
- તમે ડૉકી-રિવઈ રોડ પર જંગલી ટેકરીઓમાં બુરહિલ ધોધનો આનંદ માણી શકો છો.
- તમે ઉમંગોટ નદીની નજીક આવેલા શ્નોંગપડેંગમાં કેમ્પિંગ માટે જઈ શકો છો.
- ડૉકીની મુલાકાત લેનાર કોઈપણ વ્યક્તિએ માવલીનોંગની યાત્રા અવશ્ય કરવી જોઈએ. તમે 80 ઘર વાળા આ ગામમાં ઉપલબ્ધ હોમસ્ટે અને ગેસ્ટ હાઉસમાં શાંત જીવનનો આનંદ માણી શકો છો
આ પણ વાંચોઃ ઓડિશાનું હિલ સ્ટેશન બીચ કરતા વધુ રોમાંચ આપશે, ફરવા માટે બેસ્ટ સીઝન સમર