સમર વેકેશનમાં ગુજરાતની આ પાંચ જગ્યા પર ફરો, મજા થશે બમણી
- ગુજરાતમાં બહારથી પણ પુષ્કળ પ્રવાસીઓ આવે છે. તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી સાથે તમે ગુજરાતની આ પાંચ જગ્યા પર ફરવાનો પ્લાન કરી શકો છો. અહીં વીતાવેલી દરેક ક્ષણ તમારા માટે યાદગાર રહેશે.
ગુજરાત દેશનું બિઝનેસ કેપિટલ જ નહીં, પરંતુ તેના કરતા પણ વધુ મહત્ત્વનું છે. અહીંના કેટલાક ઐતિહાસિક અને દર્શનીય સ્થળો દિલ જીતી લે તેવા છે. આપણે તો ગુજરાત ભ્રમણ કરતા જ રહીએ છીએ, પરંતુ ગુજરાતમાં બહારથી પણ પુષ્કળ પ્રવાસીઓ આવે છે. અહીં ઘણી જોવાલાયક જગ્યાઓ છે, જ્યાં તમે સારો સમય વીતાવી શકો છો. જાણો અહીંની એવી પાંચ ઐતિહાસિક અને લોકપ્રિય જગ્યાઓ અંગે. તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી સાથે તમે ગુજરાતની આ પાંચ જગ્યા પર ફરવાનો પ્લાન કરી શકો છો. અહીં વીતાવેલી દરેક ક્ષણ તમારા માટે યાદગાર રહેશે.
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી
તે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે, જે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. તેની ઊંચાઈ 182 મીટર છે અને જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે. આ પ્રતિમા કેવડિયા કોલોનીમાં નર્મદા નદી પર સ્થિત છે. તેનું નિર્માણ 2013માં શરૂ થયું હતું અને 2018માં તેનું ઉદ્ધાટન કરાયું હતું.
દ્વારકાધીશ મંદિર
તે ભગવાન કૃષ્ણને સમર્પિત મંદિર છે. હિંદૂ ધર્મના સૌથી પવિત્ર સ્થાનોમાં તેની ગણતરી થાય છે. આ મંદિર ગુજરાતના દ્વારકા શહેરમાં આવેલું છે. આ પવિત્ર તીર્થસ્થળ 12મી શતાબ્દીમાં બનાવાયું હતું. તે નાગર શૈલીની વાસ્તુકળાનું એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે.
સોમનાથ મંદિર
આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. તે ભારતના 12 જ્યોર્તિલિંગોમાંથી એક છે અને તે હિંદૂ ધર્મ માટે પવિત્ર ધર્મસ્થળોમાં એક છે. આ મંદિર તેની ભવ્ય વાસ્તુકળા, સમૃદ્ધ ઈતિહાસ અને આધ્યાત્મિક મહત્ત્વ માટે જાણીતું છે. મંદિરનો ઉલ્લેખ ઋગ્વેદ, મહાભારત અને પુરાણોમાં મળી આવે છે.
રાણીની વાવ
તે 11મી શતાબ્દીની એક વાવ છે, તેને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ જાહેર કરી છે. તે વાવ પોતાના જટિલ નકસીકામ અને વાસ્તુકળા માટે પ્રસિદ્ધ છે. તે સાત માળ ઊંડી છે, તે દેવી-દેવતાઓ, જાનવરો અને ફૂલોને દર્શાવે છે. કુવાના તટ પર એક વિશાળ વોટર સ્ટોરેજ ટેન્ક છે.
કચ્છનું રણ
આ દુનિયાનું સૌથી મોટું મીઠાનું રણ છે. આ સ્થળ સફેદ રેત, મીઠાની દિવાલો માટે ફેમસ છે. કચ્છનું રણ અનેક પક્ષીઓનું ઘર છે, જેમાં ફ્લેમિંગો, પેલિકન અને બગલા સામેલ છે. તે જંગલી ગીધ, નીલગાય અને વરુઓનું પણ ઘર છે. આ લોકપ્રિય પર્યટન સ્થળ છે.
આ પણ વાંચોઃ સમર વેકેશનમાં કરો જંગલ સફારીની ટ્રીપ, આ બાબતોનું રાખજો ધ્યાન