ટ્રાવેલટ્રેન્ડિંગ

વરસાદની સીઝનમાં ફરો ઈન્દોરની આસપાસની આ પાંચ જગ્યા પર, બની જશે મુડ

  • ઈન્દોર અને તેની આસપાસ ઘણા લોકપ્રિય ટૂરિસ્ટ પ્લેસ છે. વરસાદની સીઝનમાં તમને આ જગ્યાઓ એક અલગ જ મજા આપશે. તમારા મનને શાંતિ મળશે

દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરે પોતાના અનેક ગુણોને કારણે દેશ અને દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે. ખાવાથી લઈને ફરવાના શોખીન લોકો અહીં આવ્યા પછી ક્યારેય નિરાશ થતા નથી. વરસાદના દિવસોમાં ઈન્દોર અને તેની આસપાસના વિસ્તારોનો મૂડ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. ઈન્દોર અને તેની આસપાસ ઘણા લોકપ્રિય ટૂરિસ્ટ પ્લેસ છે. વરસાદની સીઝનમાં તમને આ જગ્યાઓ એક અલગ જ મજા આપશે. તમારા મનને શાંતિ મળશે. આ જગ્યાઓ પર તમે પરિવાર સાથે ફરવાનો પ્લાન બનાવી શકો છો. જાણો ઈંદોરની આસપાસની પાંચ લોકપ્રિય જગ્યાઓ વિશે.

વરસાદની સીઝનમાં ફરો ઈંદોરની આસપાસની આ પાંચ જગ્યા પર, બની જશે મુડ Hum dekhenge news પાતાલપાણી

પાતાલપાણી ઈન્દોરથી લગભગ 35 કિલોમીટર દૂર આવેલું છે. વરસાદના દિવસોમાં આ સ્થળની સુંદરતા સંપૂર્ણપણે બદલાઈ જાય છે. 300 ફૂટ ઉપરથી પડતો ધોધ પ્રવાસીઓને આકર્ષે છે. આ એક લોકપ્રિય પિકનિક સ્પોટ અને ટ્રેકિંગ પ્લેસ છે. ઈન્દોરના મહૂ નજીકનો પાતાલપાણી વિસ્તાર પ્રકૃતિની સુંદરતાનો શ્રેષ્ઠ નજારો દર્શાવે છે.

વરસાદની સીઝનમાં ફરો ઈંદોરની આસપાસની આ પાંચ જગ્યા પર, બની જશે મુડ Hum dekhenge news

તિંછા ફોલ

વરસાદની સીઝનમાં તિંછા ફોલ પર પ્રવાસીઓની ભીડ હોય છે. આ સ્થળ ઈન્દોરથી લગભગ 25 કિલોમીટર દૂર છે અને નેમાવર-મુંબઈ રોડ પર સ્થિત છે. અહીં પણ મુખ્ય આકર્ષણ ઉંચાઈ પરથી પડતો ધોધ છે. વરસાદના દિવસોમાં મકાઈના સ્વાદ સાથે ઉપરથી પડતા ધોધ-ઝરણાને જોઈને મન ખુશ થઈ જાય છે.

વરસાદની સીઝનમાં ફરો ઈંદોરની આસપાસની આ પાંચ જગ્યા પર, બની જશે મુડ Hum dekhenge news

ગુલાવટ

ઈંદોરના દેપાલપુર પાસે આવેલા ગુલાવટને ‘લોટસ વેલી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થાન પર પરિવાર સાથે સારો સમય પસાર કરી શકાય છે. અહીંના તળાવમાં હજારો કમળના ફૂલ જોવા મળે છે. આ સ્થળ ઈન્દોર શહેરથી લગભગ 35 કિલોમીટર દૂર છે.

વરસાદની સીઝનમાં ફરો ઈંદોરની આસપાસની આ પાંચ જગ્યા પર, બની જશે મુડ Hum dekhenge news

કજલીગઢ

ઈંદોરની નજીક આવેલું કજલીગઢ પણ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય સ્થળ છે. લોકો અહીં કજલીગઢ કિલ્લો જોવા આવે છે. આ જગ્યાનો રસ્તો ઈન્દોરથી લગભગ 25 કિલોમીટર દૂર સિમરોલથી નીકળે છે. કજલીગઢમાં ભવ્ય ધોધ, ખીણ અને કિલ્લો જોઈ શકાય છે. અહીંનું શિવ મંદિર પણ ઘણું લોકપ્રિય છે.

વરસાદની સીઝનમાં ફરો ઈંદોરની આસપાસની આ પાંચ જગ્યા પર, બની જશે મુડ Hum dekhenge news

વાંચુ પોઈન્ટ

જો તમે વરસાદની ઋતુમાં કુદરતનું અનોખું સૌંદર્ય જોવા ઈચ્છતા હોવ તો અવશ્ય વાંચુ પોઈન્ટની મુલાકાત લો. ઈન્દોરથી લગભગ 65 કિલોમીટર દૂર આવેલ વાચૂ પોઈન્ટ એક ઉત્તમ પર્યટન સ્થળ છે. અહીંથી માલવાના પઠારની શરૂઆત થાય છે. આ હિલ સ્ટેશન પરથી પહાડોની વચ્ચે પસાર થતા વાદળો જોઈને કોઈનો પણ મૂડ ખુશખુશાલ થઈ જાય છે.

આ પણ વાંચોઃ ભૂજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સામેલ

Back to top button