શ્રાવણમાં ઓછા બજેટમાં ધાર્મિક સ્થળોની મુલાકાત, જાણો રામ-જાનકી યાત્રા વિશે
- રામ-જાનકી યાત્રા દ્વારા શ્રદ્ધાલુઓને ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન દ્વારા ભગવાન રામ અને માતા સીતા સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની તક મળે છે
શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. જો તમે તમારા મિત્રો કે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો એક ખાસ પેકેજ તમારા માટે બેસ્ટ વિકલ્પ હશે. તેમાં તમને ઘણી સુંદર જગ્યાઓની મુલાકાત લેવાનો અને શ્રાવણના પવિત્ર મહિનામાં દર્શનનો લાભ મળશે.
5 ઓગસ્ટથી શરૂ થશે પેકેજ
શ્રી રામ-જાનકી યાત્રા હેઠળ, IRCTC પ્રવાસીઓને ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન દ્વારા ભગવાન રામ અને માતા સીતા સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશે. આ ટ્રેન 5 ઓગસ્ટે દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી ઉપડશે. આ યાત્રા દરમિયાન પ્રવાસીઓ અયોધ્યાથી ચિત્રકૂટ સુધી જશે.
આ યાત્રામાં અયોધ્યાથી ચિત્રકૂટ સુધીની મુસાફરીનો સમાવેશ થાય છે. પ્રવાસ દરમિયાન તમને અયોધ્યા, નંદીગ્રામ, સીતામઢી, જનકપુર, બક્સર, વારાણસી, પ્રયાગરાજ, શ્રૃંગવેરપુર અને ચિત્રકૂટની મુલાકાત લેવાની તક મળશે. આ ટૂર પેકેજનું બોર્ડિંગ દિલ્હીના સફદરજંગ, ગાઝિયાબાદ, અલીગઢ, ટુંડા, ઇટાવા અને કાનપુરથી થશે.
9 રાત અને 10 દિવસનું પેકેજ
અયોધ્યાથી ચિત્રકૂટ સુધીની આ યાત્રા 9 રાત અને 10 દિવસની હશે. આ ટ્રેન દિલ્હીથી 5 ઓગસ્ટના રોજ ઉપડશે. આ ટ્રેનમાં એક સમયે 150 મુસાફરો મુસાફરી કરી શકશે. આ ધાર્મિક યાત્રા દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થશે. યાત્રાનો પહેલો સ્ટોપ અયોધ્યા હશે. આ ટ્રેનનું છેલ્લું સ્ટોપ ચિત્રકૂટ હશે.
આ તીર્થસ્થળોની મુલાકાત લઈ શકશો
- અયોધ્યાઃ રામ જન્મભૂમિ મંદિર, હનુમાન ગઢી, ગુપ્તાર ઘાટ, રામ કી પૈડી
- નંદીગ્રામઃ ભરત-હનુમાન મંદિર અને ભરત કુંડ
- જનકપુર (નેપાળ): શ્રી જાનકી મંદિર, રામ સીતા વિવાહ મંડપ, ધનુષ ધામ મંદિર, પરશુરામ કુંડ અને ગંગા સાગર તળાવ
- સીતામઢી (બિહાર): જાનકી મંદિર અને પુનૌરા ધામ
- બક્સર: રામ રેખા ઘાટ અને રામેશ્વર નાથ મંદિર.
- વારાણસી: કાશી વિશ્વનાથ મંદિર, તુલસી માનસ મંદિર, સંકટ મોચન મંદિર અને ગંગા આરતી
- સીતામઢી (ઉત્તર પ્રદેશ): સીતા સમાહિત સ્થળ (સીતા માતાનું મંદિર)
- પ્રયાગરાજ: ત્રિવેણી સંગમ, હનુમાન મંદિર અને ભારદ્વાજ આશ્રમ
- શ્રૃંગવેરપુર: શ્રૃંગી ઋષિ મંદિર
- ચિત્રકૂટઃ ગુપ્ત ગોદાવરી, રામ ઘાટ અને અને સતી અનુસુયા મંદિર
પેકેજમાં કેટલો ખર્ચ આવશે?
આ ટૂર પેકેજમાં જો તમે 1 એસી (કપલ)માં મુસાફરી કરો છો તો તમારે 78,660 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે 1 એસી કેબિનમાં એકલા મુસાફરી કરો છો, તો તમારે પ્રતિ વ્યક્તિ ભાડું 79,750 રૂપિયા ચૂકવવા પડશે અને જો તમે બે લોકો સાથે મુસાફરી કરો છો, તો તમારે 69,875 રૂપિયા ચૂકવવા પડશે. ત્રણ લોકો સાથે મુસાફરી કરવા માટે તમારે 68,465 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. આ સિવાય જો તમે બાળકો સાથે મુસાફરી કરી રહ્યા છો તો તમારે બેડ સાથે બાળકોનું ભાડું 63,785 રૂપિયા આપવું પડશે.
2ACમાં સફર કરવા પર તમારું પ્રતિ વ્યક્તિ ભાડું 70,060 રૂપિયા થશે. બે લોકો સાથે મુસાફરી કરવા માટે, તમારે પ્રતિ વ્યક્તિ ભાડું 60,190 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે ત્રણ લોકો સાથે મુસાફરી કરો છો તો તમારે પ્રતિ વ્યક્તિ 58,780 રૂપિયા ચૂકવવા પડશે. બાળકો માટે બેડ સાથેનું ભાડું 54,100 રૂપિયા હશે. જો તમે 3ACમાં મુસાફરી કરો છો, તો તમારે પ્રતિ વ્યક્તિ ભાડું 55,460 રૂપિયા થશે.
આ પણ વાંચોઃ મધ્યપ્રદેશનું મિની ગોવા કહેવાય છે આ ઓફબીટ ટૂરિસ્ટ પ્લેસ, ફરવા માટે પરફેક્ટ છે આ સીઝન