- વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલ સહિતના 6 ટ્રસ્ટીઓ અમેરિકાના પ્રવાસે
- વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સંગઠનની એક બેઠક નિર્ણય લેવાયો
- બોસ્ટનમાં 500 પાટીદાર પરિવારોની બેઠકમાં નિર્ણય થયો
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલ સહિતના 6 ટ્રસ્ટીઓ અમેરિકાના પ્રવાસે છે. ત્યારે ગત્ત શુક્રવારે અમેરિકાના બોસ્ટનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સંગઠનની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 500થી વધુ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બોસ્ટન આવતા ગુજરાતીઓને મદદરૂપ થવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતથી આવતા પરિવારોને એરપોર્ટથી લેવાથી લઈ રહેવા-જમવા અને જોબમાં પણ મદદરૂપ થવાનું કામ વિશ્વઉમિયા ફઉન્ડેશનની ટીમ કામ કરશે.
આ પણ વાંચો: ગુજરાતની સ્કૂલોમાં શિક્ષકની ભરતીની લાયકાત માટે હવે આ પ્રમાણપત્ર ફરજિયાત
એરપોર્ટ પર લેવા જવાથી લઈ રહેવા-જમવાની અને જોબમાં પણ મદદ કરાશે
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની કેનેડાની ટીમ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 1,100થી વધુ ગુજરાતી દિકરા-દિકરીઓને નોકરી અપાવવા સુધીની મદદ પુરી પાડવામાં આવી છે. કેનેડા ટીમની તર્જ પર જ હવે અમેરિકાના બોસ્ટન સ્ટેટમાં પણ કોઈ પણ ગુજરાતી પરિવાર આવશે તેને એરપોર્ટ પર લેવા જવાથી લઈ રહેવા-જમવાની અને જોબમાં પણ મદદરૂપ થશે.
આ પણ વાંચો: દેશમાં તબીબી પ્રેક્ટિશનરો માટે આ રજિસ્ટ્રેશન ફરજિયાત
તમે આવો તમને વેલકમ કરવા અમે તૈયાર જ છીએ
આ અંગે વાત કરતા અમેરિકાના બોસ્ટન સ્ટેટના રોડ આઈલેન્ડના વિશ્વ ઉમિયા ફઉન્ડેશનના ચેરમેન સંજય પટેલ જણાવે છે કે હવે કોઈ પણ ગુજરાતી પરિવારે ચિંતા કરવાની જરૂર નથી કે બોસ્ટનમાં જઈ અમે શું કરીશું, તમે આવો તમને વેલકમ કરવા અમે તૈયાર જ છીએ. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી કેનેડામાં રહેતા ગુજરાતીઓને હાલાકી ભોગવવી પડી રહી હોવાના સમચારા વહેતા થતાં વાલીઓમાં ચિંતાનું મોજું જોવા મળ્યું હતું.