અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિ:શુલ્ક સાહિત્ય પુસ્તક વિતરણ પરબનું આયોજન કરાયું; 2500 જેટલા પુસ્તકો નિ:શુલ્ક વિતરણ કરાયા

Text To Speech

અમદાવાદ 1 જુલાઇ2024 : બાપુનગર જિલ્લા આયોજીત નિશુલ્ક સાહિત્ય પુસ્તક વિતરણ પરબ અશ્વિનભાઈ પેથાણી મ્યુનિસિપલ કાઉન્સિલર બાપુનગર બોર્ડના સહયોગથી આજ રોજ બાપુનગર ચાર રસ્તા મુકામે કરવામાં આવ્યું હતું. જેમાં 2500 જેટલા પુસ્તકો નિ:શુલ્ક વિતરણ થાય તે માટે મૂકવામાં આવ્યા હતા. એક વ્યક્તિ દીઠ એક પુસ્તક આપવાની યોજના સાથે આ કાર્યક્રમ અભૂતપૂર્વ સફળતા સાથે પૂર્ણ થયો હતો.

 

5 પ્રખન્ડની ટીમ સાથે ઉપસ્થિત રહી

વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત ઉપાધ્યક્ષ લક્ષ્મણદેવ ચુડાસમા, નૈતિક શિક્ષા સહ પ્રમુખ આર બી ભદોરીયા, વિભાગ અધ્યક્ષ બીપીનભાઈ પંચાલ, વિશેષ સંપર્ક પ્રમુખ હિમાંશુભાઈ જોષી તથા બાપુનગર જિલ્લાની સમગ્ર ટીમ પાંચ પ્રખન્ડ ટીમ સાથે ઉપસ્થિત રહી હતી.

નિ:શુલ્ક સાહિત્ય પુસ્તક વિતરણ પરબ કાર્યક્રમ

વિશ્વ હિન્દુ પરિષદ બાપુનગર જિલ્લા સહમંત્રી ધીમંત શેઠના જણાવ્યા મુજબ ભાજપના બાપુનગર બોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર અશ્વિનભાઈ પેથાણી, પ્રકાશભાઈ ગુર્જર, સરોજબેન સોલંકી, જયશ્રીબેન દાસશ્રી તથા બાપુનગર બોર્ડના અધ્યક્ષ મહામંત્રી સહિતની ટીમે સહકાર આપ્યો હતો. આ કાર્યક્રમમાં 2500 આસપાસ સાહિત્યના પુસ્તકોનું નિ:શુલ્ક વિતરણ બાપુનગર જિલ્લાનાં લોકોમાં કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : સોશિયલ મીડિયાના સાવધાનીપૂર્વકના ઉપયોગ માટે ‘સાવધાન, આગળ રસ્તો લપસણો છે..’ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી

Back to top button