ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બન્યા વિષ્ણુદેવ સાય, ભાજપનું વધુ એક આશ્ચર્ય

Text To Speech

રાયપુર, 10 ડિસેમ્બર: વિષ્ણુદેવ સાય છત્તીસગઢના મુખ્યમંત્રી બન્યા છે. આજે ભાજપે નિમણૂકનો આદેશ જારી કરીને પૂર્વ કેન્દ્રીય મંત્રી વિષ્ણુદેવ સાયને રાજ્ય સંગઠનની કમાન સોંપી છે.  છત્તીસગઢમાં છેલ્લા કેટલાક સમયથી મુખ્યમંત્રીના ચહેરાને લઈને અટકળો ચાલી રહી હતી. જોકે, પરિણામોના એક સપ્તાહ બાદ પાર્ટીએ જાહેરાત કરીને તમામ અટકળોનો અંત લાવી દીધો છે.

વિષ્ણુદેવ સાય કુંકુરીના ધારાસભ્ય અને રાજ્યના મોટા આદિવાસી નેતા છે. તેઓ બે વખત છત્તીસગઢના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે તેમને જીતાડો, અમે તેમને મોટું સ્થાન આપીશું. જો કે, આજે ધારાસભ્ય દળની બેઠક પહેલા નિરીક્ષકોએ રમણ સિંહ અને સંગઠન મહાસચિવ પવન સાઈ સાથે પણ ચર્ચા કરી હતી.

બે વાર પ્રદેશ અધ્યક્ષની બાગડોર સંભાળી

નોંધનીય છે કે, વર્ષ 2006 થી 2019 સુધી વિષ્ણુદેવ સાયએ પ્રદેશ અધ્યક્ષની બાગડોર સંભાળી છે. 2013માં તત્કાલિન પ્રદેશ અધ્યક્ષ રામસેવક પાઈકરાએ વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી પણ રાષ્ટ્રીય નેતૃત્વએ ફરીથી વિષ્ણુદેવ સાયને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપી હતી. તેમના નેતૃત્વમાં જ ભાજપે રાજ્યમાં લોકસભાની ચૂંટણી લડી હતી અને તેમાં 11માંથી 10 બેઠકો જીતી હતી.

આ પણ વાંચો: કયા રાજ્યના મુખ્યમંત્રીનો પગાર સૌથી વધુ? ટોપ 3માં કોનો સમાવેશ?

Back to top button