કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝવીડિયો સ્ટોરી

Video: ઉમેદવાર જાહેર થયા બાદ ગોપાલ ઈટાલિયા પહોંચ્યા વિસાવદર, થયું ભવ્ય સ્વાગત

Text To Speech

જુનાગઢ, તા. 26 માર્ચ, 2025: વિસાવદર સીટના પેટા ચૂંટણી માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા હજુ કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. પક્ષ દ્વારા આ બેઠક પરથી ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાએ તેનું નામ જાહેર થયા બાદ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે.

વિસાદર પહોંચેલા ગોપાલ ઈટાલિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુરુવારથી તેઓ વિવિધ ગામડાઓનો પ્રવાસ શરૂ કરશે.

ગોપાલ ઇટાલિયાએ વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને આપનાં ગઠબંધન અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન અંગે જવાબ આપતા કહ્યું હતું કે, “કોંગ્રસ સાથેનાં ગઠબંધન અંગેનો પ્રશ્ન મહત્વપૂર્ણ છે, જે દિવસે વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આવતી હતી તે સમયે વિસાવદર બેઠક પર ખાલી હતી અને તે સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠક બાદ નક્કી થયેલું કે વાવ બેઠક પર કોંગ્રેસ લડશે અને આપ ઉમેદવાર નહિ ઉતારે, તે જ રીતે વિસાવદર બેઠક પર જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે આપ લડશે અને કોંગ્રેસ ઉમેદવાર નહિ ઉતારે.

ગુજરાત માટે આમ આદમી પાર્ટી દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો કરવાની સાથે જ આમ આદમી પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી દીધી. તે પૂર્વે જ ગુજરાત માટે પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરી હતી.


આ પણ વાંચોઃ ઈદની સેવઈયાં ખવરાવવા માટે હોળીની ગુજિયા પણ ખાવી પડશે

Back to top button