આંતરરાષ્ટ્રીયગુજરાતટ્રાવેલટ્રેન્ડિંગમનોરંજનયુટિલીટીવર્લ્ડ

થાઈલેન્ડે ભારતીયો માટે વીઝા-વિના મુલાકાતની મુદત લંબાવી, જાણો વિગતો

Text To Speech
  • અનેક દેશોએ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે અને વધુમાં વધુ પ્રવાસીઓને આકર્ષવા વીઝા નિયમોમાં છૂટ આપવાની જાહેરાત કરી. ભારતથી વિદેશ ફરવા જતા ટૂરિસ્ટને અનેક દેશ દ્વારા વીઝા ફ્રી એન્ટ્રી ઓફર કરવામાં આવી રહી છે

કોવિડ-19 મહામારીની આમ તો દરેક લોકો પર અસર થઈ હતી, પરંતુ દુનિયાભરના દેશોની ટૂરિસ્ટ ઈન્ડસ્ટ્રી પર સૌથી મોટી અસર થઈ હતી. મહામારી બાદ અનેક દેશોએ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે અને વધુમાં વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે વીઝા નિયમોમાં છૂટ આપવાની જાહેરાત કરી. ભારતથી વિદેશ ફરવા જતા ટૂરિસ્ટને અનેક દેશ દ્વારા વીઝા ફ્રી એન્ટ્રી ઓફર કરવામાં આવી રહી છે.

તાજેતરમાં શ્રીલંકા સરકારે વીઝાની છૂટને 31 મે સુધી વધારી દીધી છે. હવે થાઈલેન્ડની સરકારે પણ 11 નવેમ્બર 2023 સુધી વીઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં શાળાઓમાં ગરમીની રજાઓ પડી ચૂકી છે. ઘણા લોકો આ ગરમીના દિવસોમાં રજાઓ માણવા માટે દેશ-વિદેશની યાત્રા પર જઈ રહ્યા છે. જો તમે પણ થાઈલેન્ડ જવાનું વિચારી રહ્યા હો તો તમારા માટે ગુડ ન્યૂઝ છે.

વેકેશનમાં વિદેશ ફરવાની તક ન છોડતા, આ દેશોમાં ભારતીયોને વીઝા ફ્રી એન્ટ્રી hum dekhenge news

થાઈલેન્ડે 2023માં ભારત સહિત અનેક દેશોના નાગરિકો માટે 31 મે 2024 સુધી વીઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી હતી. દક્ષિણ એશિયાઈ આઈલેન્ડ દેશે હવે ભારત અને તાઈવાનના પ્રવાસીઓ માટે વીઝા નિયમોમાં છૂટને વધુ છ મહિના વધારી દીધી છે. નવા આદેશ મુજબ હવે થાઈલેન્ડ જવા માટે ભારતીયોએ 11 નવેમ્બર 2024 સુધી વીઝાની જરૂર નહિ પડે. થાઈલેન્ડના વડાપ્રધાન શ્રેથા થાવિસિને 7 મેના રોજ એક કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે ભારત અને તાઈવાનના નાગરિક 30 દિવસની માન્યતા વાળા ફ્રી વીઝા મેળવી શકે છે.

શ્રીલંકાએ 31 મે સુધી નિયમોમાં છૂટછાટને આગળ વધારી

શ્રીલંકાની સરકારે 6 મેના રોજ ભારત, ચીન, મલેશિયા, ઈંડોનેશિયા, થાઈલેન્ડ, રશિયા અને હવે જાપાનથી આવતા નાગરિકોને વીઝા નિયમોમાં છુટની પરંપરાને આગળ વધારી છે. હવે 31 મે 2024 સુધી શ્રીલંકા વીઝા વગર જઈ શકાય છે. ભારતથી શ્રીલંકા જતા નાગરિકો શ્રીલંકાની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને 30 દિવસની વેલિડિટી વાળા વીઝા માટે ઓનલાઈન એપ્લાય કરી શકે છે.

આ પણ વાંચોઃ ઉત્તરાખંડની હેપ્પી વેલીની મુલાકાત લેવા જેવી, સમર વેકેશનમાં કરો પ્લાન

Back to top button