VIROSH Wedding:મંડપ તૈયાર થઈ ગયો છે; ગણતરીના કલાકોમાં જ પ્રભુતાના પગલા માંડશે વિજય-રશ્મિકા

ઉદયપુર, 26 ફેબ્રુઆરી 2026: દક્ષિણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલ ‘વિરોશ’ હવે સત્તાવાર રીતે જીવનસાથી બનવા જઈ રહ્યા છે. અભિનેતા Vijay Deverakonda અને નેશનલ ક્રશ Rashmika Mandanna આજે ઉદયપુરમાં ગ્રાન્ડ લગ્ન સમારોહમાં સાત ફેરા લેશે. ઝીલોની નગરી Udaipur માં છેલ્લા ત્રણ દિવસથી પ્રી-વેડિંગ ઉજવણીઓ ધામધૂમથી ચાલી રહી છે અને હવે માત્ર થોડા જ કલાકોમાં બંને હંમેશા માટે એકબીજાના જીવનસાથી બની જશે.
બે પરંપરાઓ અનુસાર થશે લગ્ન
વિજય અને રશ્મિકા પોતાની સંસ્કૃતિનો માન રાખતા બે અલગ પરંપરાઓ મુજબ લગ્નવિધિ કરશે. પ્રથમ સમારોહ પરંપરાગત તેલુગુ હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે યોજાશે, જે વિજયના પરિવારની પરંપરા છે. ત્યારબાદ કોડવા સંસ્કૃતિ મુજબ વિધિઓ પૂર્ણ કરવામાં આવશે, કારણ કે રશ્મિકા કોડવા પરિવારમાંથી આવે છે.
View this post on Instagram
પીઠીથી થઈ લગ્નવિધિની શરૂઆત
25 ફેબ્રુઆરીએ દિવસે બંનેના હળદી સમારોહનું આયોજન થયું હતું. ફૂલોથી સજાયેલા મંડપમાં ‘Rushie’ (રશ્મિકાનું નિકનેમ) અને ‘Vijay’ લખાયેલા નેમપ્લેટ્સ ખાસ આકર્ષણ બન્યા હતા. લિલી, ગુલાબ અને ગેંદાના તાજા ફૂલોથી સજાવટ કરાયેલ આ સમારોહની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
સંગીતમાં હાથમાં હાથ નાખી એન્ટ્રી કરી
સાંજે વિરોશનો સંગીત સમારોહ યોજાયો હતો, જેમાં દુલ્હા-દુલ્હને હાથમાં હાથ નાખીને ગ્રાન્ડ એન્ટ્રી કરી. રશ્મિકા સિલ્વર રંગના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે વિજય બ્લેક શેરવાણીમાં નજરે પડ્યા. સમારોહ દરમિયાન વિજયની માતા માધવી દેવરકೊಂಡાએ પણ સરપ્રાઇઝ પરફોર્મન્સ આપીને મહેમાનોને આનંદિત કર્યા.
View this post on Instagram
પ્રેમકથા તસવીરોમાં રજૂ
સંગીત નાઇટ દરમિયાન કપલે પોતાની લવ સ્ટોરી તસવીરો દ્વારા મહેમાનો સાથે વહેંચી. કારમાં લેવાયેલી સેલ્ફીથી લઈને વેકેશન દરમિયાનની ખાસ ક્ષણો સુધીની અનેક અનોખી તસવીરો સ્થળ પર પ્રદર્શિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ITC Mementos Udaipur ના લોનમાં યોજાયો હતો.
View this post on Instagram
પરિવારીક વારસો સ્વીકાર્યો
લગ્ન પહેલાં વિજયની માતાએ પરંપરા મુજબ રશ્મિકાને પરિવારની વારસાગત ચુડીઓ ભેટ આપી. આ ભેટ માત્ર આભૂષણ નહીં, પરંતુ પરિવાર તરફથી વહુ તરીકે સ્વીકાર અને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે.
પ્રી-વેડિંગ મસ્તી
23 ફેબ્રુઆરીથી પ્રી-વેડિંગ ઉજવણીની શરૂઆત થઈ હતી. પૂલ પાર્ટી, કેન્ડલલાઇટ ડિનર, વોલીબોલ મેચ અને ‘વિરોશ પ્રીમિયર લીગ’ જેવા કાર્યક્રમો યોજાયા હતા. મહેમાનોને કપલ દ્વારા હાથથી લખેલી નોટ પણ આપવામાં આવી હતી, જે તેમની આત્મીયતા દર્શાવે છે.
ચાર દિવસ પહેલાં કરી હતી જાહેરાત
22 ફેબ્રુઆરીએ વિજય અને રશ્મિકાએ સોશિયલ મીડિયા પર પોતાના સંબંધને ઑફિશિયલ જાહેર કરી લગ્નની જાહેરાત કરી હતી. જોકે, બે અઠવાડિયા પહેલાં જ તેમની લગ્નની આમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી, જેમાં લગ્નની તારીખ 26 ફેબ્રુઆરી દર્શાવવામાં આવી હતી અને 4 માર્ચે હૈદરાબાદમાં ગ્રાન્ડ રિસેપ્શનની ચર્ચા હતી.
આ પણ વાંચો : Happy Birthday Ahmedabad: શું તમે ભારતના પ્રથમ હેરિટેજ શહેર વિશે આ વાતો જાણો છો?












