ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

સાક્ષી મલિકના સમર્થનમાં ગૂંગા પહેલવાન પણ પરત કરશે પદ્મશ્રી

નવી દિલ્હી, 23 ડિસેમ્બર: ગૂંગા પહેલવાન તરીકે ઓળખાતા કુસ્તીબાજ વીરેન્દ્ર સિંહે સાક્ષી મલિકના સમર્થનમાં પોતાનું પદ્મશ્રી પરત કરવાનું નક્કી કર્યું છે. કુસ્તીસંઘા અધ્યક્ષ તરીકે બ્રિજ ભૂષણના શરણસિંહના સાથી સંજય સિંહ ચૂંટાતા સાક્ષી મલિકે કુસ્તીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. સાક્ષી અને અન્ય ખેલાડીઓએ બ્રિજ ભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જો કે, તેમના સાથી કુસ્તી સંઘના વડા બનતા ખેલાડીઓમાં નારાજગી જોવા મળી હતી.

હું પદ્મશ્રી પણ પરત કરીશ – વીરેન્દ્ર સિંહ

સાક્ષીના સમર્થનમાં રેસલર વીરેન્દ્ર સિંહ પણ આગળ આવ્યા છે. તેમણે X પર લખ્યું હતું કે, હું પોતાની બહેન અને દેશની બેટી માટે પદ્મશ્રી પરત કરીશ. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, મને તમારી બેટી અને મારી બહેન પર ખૂબ જ ગર્વ છે. પરંતુ હું દેશના ટોચના ખેલાડીઓને પર અપીલ કરીશ કે, તે પોતાનો અભિપ્રાય રાખે. વીરેન્દ્ર સિંહે એક્સ પર સચિન તેંડુલકર અને નીરજ ચોપરાને પણ ટેગ કર્યા છે. વીરેન્દ્ર સિંહે આ પોસ્ટ રેસલર બજરંગ પુનિયાએ પીએમ મોદીને પદ્મશ્રી પરત કરવાના બાદમાં લખી છે.

હું સિસ્ટમમા વિશ્વાસ નથી રાખતો- બજરંગ પૂનિયા

ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાદ શુક્રવારે સાંજે મધ્ય દિલ્હી પર કર્તવ્ય પર પથ પહોંચ્યા હતા. ત્યાં તેમણે એક ફૂટપાથ પર તેમનું પદ્મશ્રી મૂક્યું. જે બાદ પોલીસે પદ્મશ્રી ત્યાંથી ઉઠાવી લીધું. બજરંગ પૂનિયાએ શુક્રવારે મીડિયાને જણાવ્યું હતું કે, જ્યારે મહિલા કુસ્તીબાજને સન્માન આપવામાં નથી આવતું, તો હું આ સમ્માનને હકદાર નથી. અમે 40 દિવસ સુધી રસ્તા પર રહ્યા હતા, પરંતુ સરકારે જે વચનો આપ્યા, તે પૂરા ના કર્યા. અમારી લડાઈ સરકાર વિરુદ્ધ નથી, પરંતુ એક વ્યક્તિ સામે છે. હું ન્યાયમાં વિશ્વાસ રાખું છું, પરંતુ હાલમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, તેનાથી હું સિસ્ટમ પર વિશ્વાસ રાખી શકતો નથી.

સંજય સિંહ WFI ચીફ બનવાથી નારાજ રેસલર

WFIના નવા અધ્યક્ષ સંજય સિંહ બ્રિજ ભૂષણ શરણ સિંહના લાંબા સમયથી સહયોગી છે, બ્રિજ ભૂષણ શરણ સિંહ પોતે 12 વર્ષ સુધી કુસ્તી મહાસંઘની અધ્યક્ષતા સંભાળી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશના છ વખતના ભાજપના સાંસદ બ્રિજ ભૂષણે જ્યારે સાક્ષી મલિક સહિતના ટોચના કુસ્તીબાજોએ તેમના પર મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ લગાવ્યો ત્યારે તેમણે પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. બે દિવસ પહેલા મીડિયા સાથે વાત કરતી વખતે, કોમનવેલ્થ અને એશિયન ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા વિનેશ ફોગાટે આક્ષેપ કર્યો હતો કે જો સંજય સિંહ WFIનું નેતૃત્વ કરશે તો મહિલા કુસ્તીબાજોને ઉત્પીડનનો સામનો કરવો પડશે. મહત્ત્વનું છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં ત્રણ કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર પર મોટો વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો: બ્રિજભૂષણના નજીકના ગણાતા સંજય સિંહ બન્યા ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ

Back to top button