વીરેન્દ્ર સેહવાગે ગુજરાત ટાઈટન્સની હાર પર મોટું નિવેદન આપ્યું, હાર્દિક પંડ્યા માટે કહ્યુ આવું
તાજેતરમાં IPL 2023ની પુર્ણાહુતિ થઈ ગઈ છે. સિઝનની ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને જીતવા માટે છેલ્લા 2 બોલમાં 10 રન બનાવવાની જરૂર હતી. ચેન્નાઈ સુપર કિંગ્સની આશા રવીન્દ્ર જાડેજા પર ટકેલી હતી… જ્યારે ગુજરાત ટાઇટન્સના ફેન્સની નજર મોહિત શર્મા પર હતી, પરંતુ હાર્દિક પંડ્યાની ટીમને નિરાશ થવું પડ્યું હતું. રવીન્દ્ર જાડેજાએ છેલ્લા 2 બોલમાં એક સિક્સ અને એક ફોર ફટકારીને ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યું. જોકે, હવે પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે ગુજરાત ટાઇટન્સની હાર પર મોટું નિવેદન આપ્યું છે અને હાર્દિક પંડ્યા પર નિશાન સાધ્યું છે.
‘હાર્દિક પંડ્યા છેલ્લી ઓવર મધ્યે મોહિત શર્મા પાસે ગયો હતો’
ભારતના પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગનું માનવું છે કે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને છેલ્લી ઓવરમાં મોહિત શર્મા પાસે ન જવું જોઈતું હતું. ખરેખર, ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લી ઓવરમાં 10 રન બનાવવાના હતા. મોહિત શર્માએ પહેલા 3 બોલમાં માત્ર 3 રન આપ્યા હતા, પરંતુ તે પછી હાર્દિક પંડ્યા ટીમના બોલર મોહિત શર્મા સાથે વાત કરવા ગયો હતો. વીરેન્દ્ર સેહવાગ ગુજરાત ટાઇટન્સના કેપ્ટનના નિર્ણયથી ખુશ નથી. વીરેન્દ્ર સેહવાગે એક વાતચીતમાં કહ્યું કે મોહિત શર્મા તેની યોજના મુજબ સારું કરી રહ્યો હતો, પરંતુ જ્યારે હાર્દિક પંડ્યા તેની પાસે ગયો તો તેણે પોતાની રણનીતિ બદલવી પડી. જેના કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
‘મોહિત શર્મા શાનદાર બોલિંગ કરી રહ્યો હતો પણ….’
વીરેન્દ્ર સેહવાગએ વધુમાં જણાવ્યું છે કે, ‘મોહિત શર્મા શાનદાર બોલિંગ કરી રહ્યો હતો, બોલ ટાર્ગેટ પર અથડાઈ રહ્યો હતો, તેથી તમારે જવાની જરૂર નહોતી… તમે ત્યાં શું કરવા ગયા? તેણે કહ્યું કે છેલ્લા 2 બોલ પર ચેન્નાઈ સુપર કિંગ્સે જીતવા માટે 10 રન બનાવવાના હતા. તે સમયે યોગ્ય જગ્યાએ યોર્કરની જરૂર હતી, તો શા માટે ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા તેના બોલર મોહિત શર્મા પાસે ગયો અને સમય બગાડ્યો. હા, જો એવું હોત કે મોહિત શર્મા રન આપી રહ્યો હતો તો પંડ્યાએ તેની પાસે જવું જોઈતું હતું, પરંતુ જ્યારે તે સારી બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ત્યાં જવાની જરૂર નહોતી. આવું નિવેદન વીરેન્દ્ર સેહવાગે આપ્યું છે.
આ પણ વાંચો: ઘૂંટણમાં દુખાવો હતો, પગ પર પાટો બાંધી ફાઈનલમાં ઉતર્યા હતા ધોની, વીડિયો જોઈને લોકો થયા ભાવુક