ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

હરિયાણાની ચૂંટણી પિચ પર ઉતર્યા વીરેન્દ્ર સેહવાગ: આ પાર્ટી માટે કરી ‘બેટિંગ’, જૂઓ વીડિયો

Text To Speech
  • 90 વિધાનસભા બેઠકો માટે 5 ઓક્ટોબરના રોજ મતદાનનું આયોજન

હરિયાણા, 3 ઓક્ટોબર: હરિયાણાની 90 વિધાનસભા સીટો માટે 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ ચૂંટણી જંગમાં મામલો ત્યારે વધુ રસપ્રદ બની ગયો જ્યારે ભારતના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ પણ મેદાનમાં આવ્યા. સેહવાગ તોશામથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર અનિરુદ્ધ ચૌધરીના સમર્થનમાં આવ્યા અને તેમના માટે વોટ માંગ્યા. તેમણે તોશામના લોકોને કોંગ્રેસનું બટન દબાવીને અનિરુદ્ધ ચૌધરીને વિજયી બનાવવા અપીલ કરી હતી.

વીરેન્દ્ર સેહવાગે પોતાના માટે વોટ માંગ્યાની ખુશી અનિરુદ્ધ ચૌધરીના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. આ માટે તેમણે સેહવાગનો આભાર પણ માન્યો હતો. અનિરુદ્ધ ચૌધરીના વિરેન્દ્ર સેહવાગ સાથે જૂના સંબંધો છે. તેમણે કહ્યું કે, જ્યારે પણ બંને મળે છે ત્યારે તેઓ ક્રિકેટ વિશે ઓછી અને અંગત જીવન વિશે વધુ વાત કરે છે.

જૂઓ વીડિયો

 

સેહવાગે અનિરુદ્ધ ચૌધરી માટે વોટ માંગ્યા

બીજી તરફ વીરેન્દ્ર સેહવાગે અનિરુદ્ધ ચૌધરીને પોતાનો મોટો ભાઈ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેમને પૂરી આશા છે કે અનિરુદ્ધ ચૌધરી જનતાને આપેલા વચનો પૂરા કરશે. વીરેન્દ્ર સેહવાગે તોશામના લોકોને ખાતરી આપી હતી કે, જો અનિરુદ્ધ ચૌધરી ચૂંટણી જીતશે તો તેઓ તેમને નાખુશ નહીં કરે.

સેહવાગના અભિયાનની શું અસર થશે, 5 ઓક્ટોબરે ખબર પડશે?

ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરેલા અનિરુદ્ધ ચૌધરીને વિશ્વાસ છે કે, તોશામના લોકો તેમને સ્વીકારશે.  હવે 5 ઓક્ટોબરે જ ખબર પડશે કે વીરેન્દ્ર સેહવાગના મેદાનમાં ઉતરવાથી અને તેના માટે પ્રચાર કરવાથી કેટલો ફાયદો થયો છે.

વીરેન્દ્ર સેહવાગના ક્રિકેટ કરિયરની વાત કરવામાં આવે તો તેમણે ભારત માટે 374 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેમણે 38 સદીની મદદથી 17 હજારથી વધુ રન બનાવ્યા છે. ભારતીય ક્રિકેટમાં સેહવાગની ભૂમિકા ઓપનરની હતી, પરંતુ શું તેની વોટ માટેની અપીલ અનિરુદ્ધ ચૌધરીને ચંદીગઢ જવાનો રસ્તો ખોલશે, તે જોવું રસપ્રદ રહેશે?

આ પણ જૂઓ: અઝહરુદ્દીનની મુશ્કેલીઓ વધી, મની લોન્ડરિંગના મામલામાં EDએ નોટિસ મોકલી

Back to top button